Gujarat

રાજકોટમાં ધો.૧૦ની પરીક્ષામાં સપ્લીમેન્ટરી મોડી આવતા પેપર અધૂરા રહ્યા

રાજકોટ
ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦ ગણિત સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. મેથ્સ વિષયનું પેપર પ્રમાણમાં સહેલું રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જાેવા મળી હતી. મેથ્સનું પેપર ધાર્યા પ્રમાણે અનુકૂળ રહ્યું હોવાનો વિદ્યાર્થીઓનો મત છે. મેથ્સ મહત્ત્વનો વિષય હોવાથી પેપર પૂર્ણ થતા વિદ્યાર્થીઓના વાલીઓએ હાશકારો અનુભવ્યો છે. હવે આવતીકાલે ધોરણ ૧૦માં બેઝિક મેથ્સનું પેપર લેવાશે. જાે કે, રાજકોટમાં ભરાડ સ્કૂલમાં સપ્લીમેન્ટરી મોડી આવતા વિદ્યાર્થીઓના પેપર અધૂરા રહી ગયા હતા. આથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલ બહાર એકઠા થઈ હોબાળો કર્યો હતો. તો બીજી તરફ અમદાવાદના સી.એન. વિદ્યાલયમાં ફક્ત એક વિદ્યાર્થી માટે કેન્દ્રની ફાળવણી કરવામાં આવતા આખા પરીક્ષા કેન્દ્રમાં એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આજે ધોરણ ૧૨ સાયન્સમાં કેમેસ્ટ્રી અને ૧૨ કોમર્સમાં આંકડાશાસ્ત્રનું પરીક્ષા લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *