Gujarat

રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે હિપનોટાઇઝ કરી રૂપિયા ૧૩ હાજર પડાવ્યાનો આરોપ

રાજકોટ
રાજકોટઃ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ગઈ કાલે રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. હવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. હેમલ વિઠલાણી નામના વ્યક્તિ દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. અરજીમાં બાબાએ હિપનોટાઇઝ કરીને ખિસ્સું ખાલી કરાવી નાખ્યું હોવાનો ઉલ્લેખ છે. અરજદારને હતું કે, કાર્યક્રમ પૂરો થયા પછી રૂપિયા પરત મળશે પણ કાર્યક્રમ પૂરો થયા બાદ પૈસા પરત ન મળતા અરજી કરવામાં આવી છે. રુપિયા ૧૩ હાજર આપી દીધા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરને બાબા પાસેથી રૂપિયા પરત કરાવે તેવી માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગઈ કાલે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્યદરબાર યોજાયો હતો. આ દરમિયાન એક યુવકે બાબાને કહ્યું કે મારે મંદિર બનાવવું છે પરંતુ મારી પાસે પૈસાની સગવડ નથી. આ વાત સાંભળી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ત્યા હાજર કેટલાક લોકોને કહ્યું કે, તમારા ખીસ્સા ખાલી કરો. આ દરમિયાન બાબાએ એક યુવક પાસેથી પણ પૈસા લીધા હતા. તેની રકમ ૧૩ હજાર રુપિયા હોવાની માહિતી સામે આવી છે. હવે આ મામલે યુવકે આરોપ લગાવ્યો છે કે, બાબાએ હિપનોટાઇઝ કરી મારી પાસેથી પૈસા લીધા હતા અને બાદમાં કીધુ હતું કે પૈસા પરત મળી જશે. જાે કે બાદમાં પૈસા પરત ન આપ્યા હોવાનો આરોપ ફરિયાદી હેમલ વિઠલાણીએ લગાવ્યો છે. હાલમાં આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.

File-02-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *