Gujarat

રાજકોટમાં લાખોની લાંચ લેતા ઝડપાયેલા ક્લાસ વન અધિકારીએ આપઘાત કર્યો

રાજકોટ
રાજકોટમાં કેન્દ્ર સરકારના ક્લાસ વન અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. જેના બાદ તેઓએ પોલીસ કમિશનરની ઓફિસના ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જાેઈન્ટ ડાયરેક્ટર જવાલાલ બિસ્નોઇએ ઓફિસની બિલ્ડીંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. તેઓ આજે સવારે ઓફિસના ચોથા માળથી નીચે કૂદકો માર્યો હતો, જેના બાદ તેમનું મૃત્યુ થયું હતું. ગઈકાલે જ બિશ્નોઈ સીબીઆઇના હાથે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. સીબીઆઇની ટ્રેપ બાદ આખી રાત ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઇએ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવરીમલ બિશ્નોઈને લાંચ લેતા ઝડપ્યા હતા. ઝ્રમ્ૈં એ ૫ લાખ રૂપિયાની લાંચ લેતા તેઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેઓએ ર્દ્ગંઝ્ર માટે ૯ લાખ રૂપિયાની માગ કરી હતી. તેમની સામે ફરિયાદ હતી કે, તેણે પોતાની ફૂડ કેનની નિકાસ માટે બેંકમાં રૂપિયા ૫૦ લાખની ગેરન્ટી લીધી હતી અને એના માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડનું ર્દ્ગંઝ્ર જરૂરી હતું. પરંતુ લાંચિયા અધિકારી જાવરીમલ બિશ્નોઇ દ્વારા રૂપિયા ૯ લાખની માગણી કરાઈ હતી. જેના બાદ તેઓ રૂપિયા આપવા તૈયાર થયા હતા. ૫ લાખ રૂપિયા પ્રથમ હપતા પેટે આપવાના હતા. જેથી આ અંગે ફરિયાદીએ સીબીઆઈને જાણ કરી હતી. સીબીઆઈએ આ માટે એક ઝટકું ગોઠવ્યુ હતું અને બિશ્નોઈને રૂપિયા ૫ લાખ લેતા ઝડપી પાડ્યા હતા. સીબીઆઈવી ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. જેથી સિનિયર અધિકારી બિશ્નોઈએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે. જવરીમલ બિશ્નોઈએ આપઘાત કરતાં તેમના પરિવારે સીબીઆઇ પર આરોપ લગાવ્યા છે. જ્યારે મૃતકના પરિવારે સીબીઆઇના અધિકારી પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *