*રાજકોટ શહેર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની ૪૮૩ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી.*
*રાજકોટ શહેર તા.૨૩/૫/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર ખાતે હિન્દવા સૂરજ સનાતન ધર્મરક્ષક મહાયોદ્ધા ક્ષત્રિય કુળભુષણ વીર શિરોમણી રાજાધીરાજ શ્રી મહારાણા પ્રતાપજી ની ૪૮૩ મી જન્મ જયંતિ વિક્રમ સંવત તિથિ મુજબ તા.૨૨/૫/૨૦૨૩ જેઠ સુદ ત્રીજ સોમવાર ના રોજ ભવ્ય ઉજવણી શ્રી મહારાણા પ્રતાપજી ની પ્રતિમા સોરઠીયાવાડી સર્કલ ખાતે કરવામાં આવી હતી. જેમાં મહાઆરતી, પુષ્પાંજલી, શૌર્યયાત્રા નુ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શૌર્યયાત્રા માં સાફા-પાઘડી અને સફેદ ડ્રેસ કોડ માં શિસ્તબદ્ધ રીતે કેસરિયા યાત્રા યોજાઈ હતી. ડી.જે સાઉન્ડ દ્વારા ધાર્મિક શૌર્યગીતો રાષ્ટ્રભક્તિ ગીતો વગાડવામાં આવ્યા હતા. શૌર્યયાત્રા પ્રસ્થાન શ્રી મહારાણા પ્રતાપ પ્રતિમા થી સોરઠીયાવાડી, કેવડાવાડી, કેનાલરોડ, જીલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મેઈન રોડ, ગરુડ ગરબી ચોક, ભુપેન્દ્ર રોડ, સાંગણવા ચોક, ત્રિકોણબાગ, લીમડા ચોક, અને પંચનાથ મહાદેવ ખાતે આરતી કરી ને શૌર્યયાત્રા નુ સમાપન થયું હતું. આ કાર્યક્રમમાં સર્વે સનાતન હિન્દુ સમાજ ના યુવાનો પણ જોડાયા હતા તથા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ ના વડીલો , યુવાનો તથા શ્રી રાજ શેખાવતજી, વજુભાઇ વાળા, માવજીભા ડોડીયા, ધીરુભા ડોડીયા, રમેશસિંહ ચાવડા, વિક્રમસિંહ પરમાર, રમેશસિંહ ચાવડા (ઇગલ), ભાર્ગવસિંહ ઝનકાન્ત (PI સાહેબ), જગમલસિંહ હેરમા, ચમનસિંહ સિંધવ, બકુલસિંહ સિંધવ, રઘુવીરસિંહ રહેવર, દોલુભા ડાભી, મોહનસિંહ ડોડીયા, અજયસિંહ પરમાર, અનિરુદ્ધસિંહ સગર, કિરણસિંહ ગોહિલ, જીતુભાઇ સેલારા, કાનાજી ચૌહાણ, ભગીરથભાઈ ખુમાણ, રણવીરસિંહ વાળા, કુલદીપસિંહ સિંધવ, નિલદીપસિંહ ભાટ્ટી, શ્રી બાગેશ્વર ધામ કમિટીના યોગીનભાઈ છનિયારા, ભરતભાઇ દોશી, કાંતિભાઈ ઘેટિયા હાજર રહ્યા હતા. ક્ષત્રાણી મહિલા પાંખ ના નયનાબા જાડેજા, મનીષાબા વાળા, ક્રિષ્નાબા જાડેજા, નયનાબા રાજપૂત, નીતાબા ગોહિલ, દિવ્યાબા ડોડીયા હાજર રહ્યા હતા. શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ અને શ્રી ક્ષત્રિય કરણી સેનાના સભ્યો અને અણીયારા, ભૂપગઢ, પાંચીયાવદર, ખરેડા, વડ વાજડી, પડધરી, નારણકા, બાઘી, કોઠારીયા, આણંદપર ના રાજપૂત યુવાનો ખૂબ મોટી સંખ્યા માં જોડાઈ ને સફળ બનાવ્યો હતો. હિંદુ સનાતની ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.*
*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.*