રાજકોટ શહેર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં આણંદ જીલ્લાની ટીમ વિજેતા.
રાજકોટ શહેર તા.૩૬૨૦૨૩ ના રોજ રાજકોટ જીલ્લા પંચાયત તથા ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રીએશન કલબના સંયુક્ત ઉપક્રમે ૩૧મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈનલ મેચ બનાસકાંઠા અને આણંદ વચ્ચે રમાઈ હતી જેમાં આણંદ વિજેતા બન્યું હતું. ૩૧મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૩૦ જીલ્લા પંચાયતના કુલ ૬૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં બનાસકાંઠા જીલ્લા પંચાયતને હરાવીને આણંદ જીલ્લા પંચાયતની ટીમ ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટ પૂર્વે રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની સુચના મુજબ તમામ જીલ્લાના ખેલાડીઓએ ટુર્નામેન્ટ પૂર્વે મેડિકલ ચેકઅપ અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ કરાવીને જ રમતમાં ભાગ લીધો હતો. આણંદ જીલ્લા પંચાયતના નિલેશ પટેલને બેસ્ટ પર્ફોમન્સ બદલ ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ કરૂણેશ સલાટને “બેસ્ટ બોલર” અને પોરબંદરના હરદાસ નંદાણીયાને બેસ્ટ ‘બેટ્સમેન’ ધોષિત કરાયા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.