Gujarat

રાજકોટ શહેર મહાનગરપાલિકા દબાણ હટાવ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી.*

*રાજકોટ શહેર મહાનગરપાલિકા દબાણ હટાવ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી.*

*રાજકોટ શહેર તા.૩૦/૫/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.૨૪/૫/૨૦૨૩ થી તા.૨૯/૫/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૨૫ રેકડી/કેબીન તે પુષ્કરધામ રોડ, સાધુવાસવાણી રોડ હોકર્સ ઝોન, લક્ષ્મિનગર રેલ્વે જંકશન રોડ, પરાબજાર, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પિટલ ચોક, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદી-જુદી અન્ય ૧૨૧ પરચુરણ ચીજ વસ્તુઓ જે ૮૦ ફુટ રોડ કુવાડવા રોડ, હિંગળાજ ચોક અમિનમાર્ગ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પિટલ ચોક, હવેલી ચોક, ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, આહિર ચોક, ગ્રિનલેન્ડ ચોકડી, આશ્રમ રોડ પરથી જપ્ત કરવામાં આવેલ. ૪૫૫ કિલો શાકભાજી/ફળ આનંદ બંગલા ચોક, ઢેબર રોડ વન-વે, યુનિ.રોડ, જ્યુબેલી રોડ પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ.૯૧,૫૬૭ મંડપ કમાન છાજલી ચાર્જ તે યુનિ.રોડ, પુષ્કરધામ રોડ, રૈયા રોડ, મવડી મેઈન રોડ હોકર્સ ઝોન પરથી વસુલ કરવામાં આવ્યો હતા, રૂ.૬૨,૫૦૦ વહિવટી ચાર્જ તે કાલાવડ રોડ, મવડી રોડ, સાધુવાસવાણી રોડ, લક્ષ્મિનગર, આહિર ચોક, પારુલ ગાર્ડન, કોઠારીયા રોડ, સંતકબિર રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો. ૪૫૩ બોર્ડ-બેનર તે નાગેશ્વર રોડ, ૧૫૦ ફુટ રિંગ રોડ, કોઠારીયા રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.*

*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.*

IMG-20230530-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *