રાજકોટ
નવા શૈક્ષણિક સત્રથી વાલીઓએ ફી વધારા માટે તૈયાર રહેવું પડશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કુલ ૨૨૦૦થી વધારે શાળાઓએ ફી નિર્ધારણ કમિટી સમક્ષ ફી વધારાની માગ કરી છે. ફી નિર્ધારણ સમિતી આગામી દિવસોમાં ફી વધારા અંગે ર્નિણય લેશે અને શાળાની માગણી પ્રમાણે ફી વધારાને મંજૂર કરી શકે છે.ફી વધારાની માગણી માટે શાળા સંચાલકો મોંઘવારીનું કારણ આગળ ધરી રહ્યા છે. આ તમામ શાળાઓએ આગામી ત્રણ વર્ષ માટે ફી વધારાની માગણી કરી છે. જે શાળાઓએ ફી વધારો કર્યો છે. જેમાં મોટભાગની જિલ્લાની નામાંકિત શાળાઓનો સમાવેશ થાય છે.આ અંગે ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના પ્રમુખનો દાવો છે કે શાળાઓમાં સૌથી વધારે ખર્ચ શિક્ષકોના પગારનો હોય છે. જાે સારુ શિક્ષણ આપવું હોય તો શાળા શિક્ષકોની ભરતી કરવી પડે અને તેના કારણે ખર્ચમાં વધારો થાય ત્યારે શાળાઓએ ન છુટકે ફી વધારો કરવો પડે છે. જાે કે આ અંગે હ્લઇઝ્ર જે નક્કી કરશે તે પ્રમાણ ફીમાં વધારો કરવામાં આવશે.
