રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત પંડિત દીન દયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલીત સરકારી એડવેન્ચર કોર્સ તા.૦૯ થી ૧૫ મે ૨૦૨૩ દરમિયાન યોજાયો હતો.
જેમા રાજયભરમાંથી ૧૩ જિલ્લાના ૧૦૨ બાળકો એ ભાગ લીધો હતો. જેમાં તાલીમ, નિવાસ, ભોજન, ગણવેશ ની સુવિધા આપવામાં આવી હતી. આ એડવેન્ચર કોર્સમાં બચુ મકવાણા તલોદ, રણજીતસિંહ ઝાલા ધાંગધ્રા, ચંદુલાલ ઠુંમર જેતપુર, આરતી પરમાર ઝાંઝમેર, મિલાપ સોની વડોદરા, વિવેક ડાભી જસદણ, અર્ચના ચૌહાણ વડોદરા, રિંકલ વઘાસીયા ભાવનગર, યશ નારીયા , વિપુલ કારેણા જુનાગઢ એ માનદ્દ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપેલ હતી . સમાપન કાર્યક્રમમાં એ.એ.ભાલીયા મદદનીશ વન સંરક્ષક ,જૂનાગઢ તથા એન.ડી.વાળા જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ ની પ્રેરક ઉપસ્થિતીમાં શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. શિબિરાર્થીઓની શારીરિક અને માનસિક રીતે સજ્જ બને તેમની સુષુપ્ત શક્તિઓ બહાર લાવાવામાં આવી સાહસિક શિબિરો ઉપયોગી સાબિત થાય તે માટે સૌ નાના બાળકોને વધુમાં વધુ જોડાય તે માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં બાળકો એ પોતાના અભિપ્રાય તથા સાંસ્કૃત્તિક પ્રસ્તુતીઓ રજૂ કરેલ હતી. તેમજ કાર્યક્રમનું સંચાલન શિબિરાર્થી પ્રિયાંશીબા જાડેજા, ભવ્ય ગોંડલીયા એ કરેલ હતું.


