Gujarat

રાજુલામાં મફતપરામાં મોટી આફત ટળી,ટ્રેકટરમાં ફસાઈ ગયેલ ૫ વર્ષના બાળકને અડધી કલાકની ભારે જહેમત બાદ બચાવી લેવાયો.કપાળ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ.ખાનગી દવાખાનામાં સારવાર શરૂ.

રાજુલામાં મફતપરામાં મોટી આફત ટળી,ટ્રેકટરમાં ફસાઈ ગયેલ ૫ વર્ષના બાળકને અડધી કલાકની ભારે જહેમત બાદ બચાવી લેવાયો.કપાળ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ.ખાનગી દવાખાનામાં સારવાર શરૂ. અરેરાટી ઉપજાવે એવા બનાવની વિગત એવા પ્રકારની છે કે રાજુલા શહેરમાં આવેલ મફતપરામાં રહેતા અને છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરતા કોળી સમાજના ગોવિંદભાઈ બારૈયા ના પત્ની,પુત્રી,અને ૫ વર્ષનો પુત્ર વિશાલ ગઈકાલે મંગળવારે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં નજીકમાં આવેલ દુકાને બાળકો માટે ભાગ લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઇટ ભરેલ ટ્રેકટર આજ વિસ્તારમાં જઈ રહ્યું હતું ત્યારે ઢાળ હોવાના કારણે ચડવામાં તકલીફ થઈ અને ચાલકથી સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા આગળના ભાગે થી ટ્રેકટર ઊંચું થતા (ટ્રેકટર પાછું પડતા )દરમ્યાન ૫ વર્ષીય વિશાલ ટ્રેકટરના આગળના જંપરના ભાગમાં ફસાઈ જતા આ બનાવની જાણ રહેવાસીઓને થતાં દોડી આવ્યા હતા,અને નજીકમાંજ રહેતા અમિત સાંખટે દોડી જઈને ફસાઈ ગયેલ વિશાલને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા હતા,દરમ્યાન વજાભાઈ નામના વ્યક્તિને જાણ થતા આડસર લાકડું લાવીને અડધી કલાકની ભારે જહેમત બાદ વિશાલને બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોત જોતામાં આ બનાવની જાણ વાયુ વેગે ફેલાતા આ વિસ્તારમાં રહેતા ૨૦૦ થી વધુ મહિલાઓ અને ૫૦૦ થી વધુ પુરુષો,બાળકો અને નજીકમાં આવેલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી ગયા હતા. ૧૦૦૦ થી વધુ લોકો ના ટોળે ટોળા થઈ જતા વાતાવરણ ગમગીન બન્યું હતું..ફસાઈ ગયેલ વિશાલને કપાળના ભાગમાંથી લોહી નીકળતી હાલતમાં અમિત સાંખટ અને તેમના મિત્રોએ ખાનગી દવાખાનામાં લઈ જઈ શરૂ કરાવતા,કપાળના ભાગે ૮ ટાકા આવ્યા હુંછે અને બંને પગમાં ઈજા થયેલ હોય હાલ સારવારમાં છે.ઈજાગ્રસ્ત વિશાલની માતાને પણ થોડીક ઈજાઓ થઈ છે.બનાવના સ્થળને અડીને રહેતા હસનભાઈ મીરની પાર્ક કરેલ નવી નક્કોર હીરો હોન્ડા ને નુકશાન થયું છે. અકસ્માત સર્જી ટ્રેકટરનો ચાલક ભાગી ગયો હતો. ગઈકાલના દિવસે બનેલ આ ઘટનાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી,પરંતુ ૫ વર્ષીય વિશાલ ને બચાવી લેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હાશકારો થયો હતો.અને મોટામાં મોટી આફત ટળી હતી. ( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)

IMG-20230301-WA0032-1.jpg IMG-20230301-WA0031-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *