Gujarat

રાજુલા જાફરાબાદ પંથકમાં મસમોટા પથરો ભરીને ખુલ્લેઆમ જોખમી રીતે ટ્રકો પસાર થવાના કારણે માર્ગો અતિ બિસ્માર બનવાની ભીતિ 

વિક્રમ સાખટ રાજુલા
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ વાહનોની હેરાફેરી વધવાના કારણે માર્ગો બિસ્માર બન્યા છે જાફરાબાદ તાલુકામાં આવેલ ભાકોદર ગામમાં ખાનગી કંપની આવેલી છે આ કંપની દ્વારા દરિયાકાંઠે જેટી બનાવવા માટેની કામગીરી કરવા માં આવી રહી છે અહીં દરિયાકાંઠે પથરો નાખવા માટે ભંડારીયા ભાક્ષી ગામમાં મોટા બ્લાસ્ટ કરી પથ્થરો કાઢવામાં આવે છે આ પથરોને ટકો મારફતે ભાકોદર આવેલી કંપનીમાં નાખવામાં આવી રહ્યા છે કેટલાય મહિના પછી ફરીવાર આ પથ્થરોની હેરાફેરી શરૂ થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અનેક વખત માર્ગો ઉપર આ ટ્રકોના કારણે ટ્રાફિકજામ પણ સજાયા છે
આ ટ્રકોમાં મસમોટા પથરો હોવાને કારણે ટ્રકો ઉપર મોટી મંડપની કારપેટ રાખવામાં આવી રહી છે અગાઉ વિરોધ અને વિવાદના કારણે પથ્થરો ઉપર કારપેટ રાખવામાં આવી રહી છે મસમોટા પથ્થરો હોવાના કારણે એક ટ્રકમાં માત્ર એક થી બે પથ્થરો જ રાખવામાં આવે છે ત્યારે આ ટ્રક જ્યારે રોડ ઉપર વાહન કરતા હોય તે દરમિયાન જો આ પથ્થરો માર્ગ ઉપર પડે તો મોટા અકસ્માત થવાની ભીંત જોવા મળી રહી છે આ ઉપરાંત ઓવરલોડ વાહનના કારણે રાજુલા સાવરકુંડલા રોડ રાજુલા બાયપાસ રાજુલા હિંડોરદા માર્ગથી ચારનારા જાફરાબાદ સુધીના નવા બનેલા માર્ગ પર બિસ્માર બની શકે છે રાજુલા પંથકમાં મોટાભાગે ભરડીયા પથ્થરો કાઢવા માટે નિયમ કરતા વધુ બ્લાસ્ટ કરી રહ્યા છે રાજુલા તાલુકાના ભંડારીયા ગામ નજીક ધાતરવડી ડેમ એક ની સામે મોટા ભરડીયા ડેમ આવેલો છે અહીં બ્લાસ્ટ થવાના કારણે ડેમ ઉપર સીધી અસર થઈ રહી છે અગાઉ જિલ્લા કલેકટર દ્વારા પણ વિઝીટ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે વાહન ચાલક કે જણાવ્યું હતું કે આવી રીતે પથરો ભરીને ટ્રકને રોડ ઉપર ચલાવવાના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે ભારે વાહનોના કારણે જ રોડ પર ખાડા પડે છે ત્યારે તંત્રને આવા વાહનો સામે જુબેસ ઉપાડી કંટ્રોલ કરવાની જરૂર છે

IMG-20230228-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *