*મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ* તેમજ *નાયબ પોલીસ અધિક્ષક શ્રી એેચ.બી.વોરા સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતુ, જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના *પો.ઇન્સ શ્રી જે.એન.પરમાર સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પોલીસ સ્ટાફ નાઓએ રાજુલા ટાઉન પશુ દવાખાના પાસે બાપા સીતારમના ઓટા ઉપર જાહેરમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં ’’લુડોકીંગ’’ એપ્લીકેશનમાં સામસામે બેસી પૈસાની હારજીત હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૧૨,૭૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૧૭,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
*પકડાયેલ આરોપીઓની વિગત-*(૧) જનકભાઇ વિઠલભાઇ ગોંડલીયા ઉ.વ.૩૦ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.રાજુલા ભીડભંજન મહાદેવ મંદીર પાસે તા.રાજુલા જી.અમરેલી
(૨) બુધાભાઇ પરશોતમભાઇ મકવાણા ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવિંગ રહે.રાજુલા ઠેલની ઓરડી પાસે તા.રાજુલા જી.અમરેલી
(૩) ભુપતભાઇ પોપટભાઇ મકવાણા ઉ.વ.૩૦ ધંધો.વેપાર રહે. રાજુલા સરકારી પશુ દવાખાના પાસે તા.રાજુલા જિ.અમરેલી
(૪) વિશાલભાઇ ઉર્ફે ’’ગાંધી’’ પરશોતમભાઇ સોલંકી ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.દુર્લભનગર તા.રાજુલા જી.અમરેલી
*પકડાયેલ મુદામાલની વિગત-*(૧) રોકડા રૂ.૧૨,૭૦૦/-
(૨) એમ.આઇ કંપનીનો કાળા કલરનો રેડમી નોટ ૬ પ્રો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/-
*કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ* રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર સાહેબ તથા હેડ કોન્સ. ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહીલ તથા પ્રતાપભાઇ બાવકુભાઇ મેગળ નાઓ દ્રારા કરવામાં આવેલ છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


