Gujarat

રાજુલા ટાઉન રાજુલા,મફતપરામાં રહેતા મનુભાઇ અલારખભાઇ મીર ના રહેણાંક મકાન પાસે જાહેર બજારમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૩,૨૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇના શ્રી જે.એન પરમાર સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા રાજુલા,મફતપરામાં રહેતા મનુભાઇ અલારખભાઇ મીર ના રહેણાંક મકાન પાસે જાહેર બજારમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૩,૨૦૦/- ના મુદામાલ
સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત
(૧) મનુભાઇ અલારખભાઇ મીર ઉ.વ.૫૪ ધંધો.મજુરી
(ર) હરસુરભાઇ ઉર્ફે લાલો ભરતભાઇ ધાખડા ઉ.વ.૨૩ ધંધો મજુરી (૩)ઇરફાનભાઇ બાબુભાઇ ઢાકેયા ઉ.વ.૨૫ ધંધો ડ્રાઇવિંગ
 (૪) અશરફભાઇ જુસબભાઇ મીર ઉ.વ.૨૬ ધંધો ડ્રાઇવિંગ
(૫) પ્રકાશભાઇ ઉર્ફે પકો વીનુભાઇ સોલંકી ઉ.વ.૨૫ ધંધો ડ્રાઇવિંગ રહે,તમામ રાજુલા,મફતપરા વડલીરોડ તા.રાજુલા જી.અમરેલી
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૩,૨૦૦/-
(ર) ગંજી પતાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/00
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે ટાઉન બીટ હેઙ.કોન્સ ભરતભાઇ મહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ધનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ દાફડા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

8aa78dc03774476fa3a88a9eab569f20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *