Gujarat

રાજુલા ટાઉન રામ ટેકરી વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ચાર પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૧,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

 મ્હે.અમરેલી જિલ્લા *પોલીસ  અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ* તેમજ *નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ  રાખી  તેમજ  સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
                 જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના *પો.ઇન્સ શ્રી જે.એન.પરમાર સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા રાજુલા ટાઉન રામ ટેકરી વિસ્તારમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ૦૨ પુરૂષ તથા ૦૨ મહિલાઓને રોકડા રૂ.૧૧,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની  કાર્યવાહી કરેલ છે.
💫 *પકડાયેલ આરોપીઓની વિગત-*
(૧) કનુભાઇ માણસુરભાઇ બોરીચા ઉ.વ.૪૫ ધંધો.હીરા ઘસવાનો  રહે.રાજુલા પાણીની ટાંકી પાસે,રામ ટેકરી
(૨) સુલતાનભાઇ ઇબ્રાહીમભાઇ બુકેરા ઉ.વ.૩૫ ધંધો.મજુરીકામ રહે.રાજુલા પાણીની ટાંકી પાસે રામ ટેકરી
(૩) શહેનાજબેન વા/ઓ અશરફભાઇ મહમદશા ફકીર ઉ.વ.૪૯ ધંધો.ઘરકામ રહે.રાજુલા પાણીની ટાંકી પાસે
(૪) મહેરૂનબેન વા/ઓ હનીફભાઇ હિરાજીભાઇ શેખ ઉ.વ.૪૦ ધંધો.ઘરકામ  રહે.રાજુલા પાણીની ટાંકી પાસે
💫 *પકડાયેલ મુદામાલની વિગત-*
(૧) રોકડા રૂ.૧૧,૩૦૦/-
(૨) ગજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
💫 *કામગીરી કરનાર કર્મચારી*
          આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના *પોલીસ ઇન્સ.શ્રી જે.એન.પરમાર સાહેબ* ની સુચના અને માર્ગદર્શન નીચે  ટાઉન બીટ હેડ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ. ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ.પરેશભાઇ મનુભાઇ તથા મહિલા પો.કોન્સ ભુમીબેન ગીગાભાઇ મેર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230309-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *