રાજુલા નગરપાલિકાના બે સદસ્યો ગુજરાત નગરપાલિકા અધિયમન હેઠળ કલેક્ટરશ્રી અમરેલીની કોર્ટમાં ગેરલાયક ઠરતા બંને બેઠકો ખાલી જાહેર
—
અમરેલી, તા.૦૬ ફેબ્રુઆરી, ૨૩ (સોમવાર) અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાના વોર્ડ નં.૦૩ના સભ્યશ્રી પ્રદિપભાઈ શંભુભાઈ રંજોલીયા અને વોર્ડ નં.૦૭ના સભ્યશ્રી શમીમબેન જાહીદભાઈ જીરુકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ-૧૧(ઝ) હેઠળ કલેક્ટરશ્રી અમરેલીની કોર્ટમાં ગેરલાયક ઠર્યા છે. બંને સભ્યશ્રીઓને ત્રણ સંતાનો હોવાથી તપાસના અંતે આ અધિનિયમનની કલમ ૩૮-(૧) અનુસાર આ બંને સભ્યશ્રીઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તેમજ આ બંને બેઠકો કલેક્ટરશ્રીના હુકમ જાહેર કર્યાની તા.૦૬ ફેબ્રુઆરીથી ખાલી જાહેર કરવામાં આવી છે. આ હુકમથી નારાજ પક્ષકારો ૧૫ દિવસમાં કમિશનરશ્રી, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન, કર્મયોગી ભવન ગાંધીનગર ખાતે અપીલ કરી શકશે, તેમ અમરેલી જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરતા જણાવવામાં આવ્યું છે.
જય ૦૦૦
