ગુજરાત સરકારશ્રી દ્રારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી,વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયાં અંગેની ફરીયાદ કરવાં પોલીસ સ્ટેશનમાં ન જવું પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસ્ટૅ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવાં ’’e-FIR’’ ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.જે અન્વયે *પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય* *પોલીસ અધિકારી સાહેબ શ્રી* *ગુજરાત રાજય ગાંધીનગર* નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્રારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી *’’e-FIR’’* અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
*ગુનાની વિગત-* ગઇ તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ રાજુલા બસ સ્ટેશનમાંથી અતુલભાઇ દુર્લભજી જોશી રહે.રાજુલા જિ.અમરેલીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- નો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય,જે અંગે અતુલભાઇ દ્રારા e-FIR કરાવેલ હોય, જે *e-FIR* અંગે ખરાઇ કરી,તેના પરથી રાજુલા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૦૯૦/૨૦૨૩ આઇપીસી કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી.કરવામાં આવેલ.
*મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ* નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય,જે અન્વયે ઇન્ચાર્જ *અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાં e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહન,મોબાઇલ ફોન તેમને પાછા મળે,તે માટે જરૂરી કાર્યવાહી કરવાં જરૂરી માર્ગદર્શન આપેલ હતું.
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે *રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી જે.એન.પરમાર સાહેબ* નાઓની રાહબરી હેઠળ રાજુલા પોલીસ ટીમ દ્રારા તપાસ હાથ ધરવામાં આવેલ અને તા.૨૨/૦૨/૨૦૨૩ ના રોજ રાજુલા ટાઉન વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા વડલી રોડ મફતપરા વિસ્તારમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા,પકડાયેલ ઇસમને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત-*(૧) ભીખાભાઇ ઉકાભાઇ ભાલીયા ઉ.વ.૪૮ ધંધો.મજુરી રહે.રાજુલા વડલી રોડ મફતપરા તા.રાજુલા જી.અમરેલી
*રીકવર કરેલ મુદામાલ-*(૧) ઓપો કંપનીનો બ્લુ (વાદળી) કલરની બોડી વાળો RENO 7 મોડલનો મોબાઇલ કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદામાલ
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના *પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર* તથા *પો.સબ.ઇન્સ શ્રી એ.એમ.રાધનપરા* તથા *ટાઉન બીટ ઇન્ચાર્જ ભરતભાઇ મુહાભાઇ વાળા* તથા *મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા* તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ *હરપાલસિંહ વિક્રમસિંહ ગોહીલ* તથા પો.કોન્સ. *ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા* તથા પો.કોન્સ. *ભરતસિંહ લાખાભાઇ ગોહિલ* તથા લોકરક્ષક *ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહીલ* નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


