તા.૧૫/૦૩/૨૦૨૩
*મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી રાજુલા પોલીસ ટીમ*
ગુજરાત સરકાર શ્રી દ્રારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી,વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયાં અંગેની ફરીયાદ કરવાં પોલીસ સ્ટેશનમાં ન જવું પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસ્ટૅ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવાં ’’e-FIR’’ ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્રારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી ’’e-FIR’’ અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
*ગુનાની વિગત-*
ગઇ તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ રાજુલા ધાખડા નગરમાંથી ભગાભાઇ ચકુભાઇ પરમાર રહે.રાજુલા જિ.અમરેલીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫,૩૦૦/- નો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય,જે અંગે ભગાભાઇ દ્રારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી,તેના પરથી રાજુલા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૧૨૦/૨૦૨૩ આઇપીસી કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી.કરવામાં આવેલ.
*મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ* નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય,જે અન્વયે *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ* ના માર્ગદર્શન તેમજ સુચના હેઠળ તેમજ *નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ* સાવરકુંડલા વિભાગનાઓએ અમરેલી જિલ્લામાં e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહન,મોબાઇલ ફોન તેમને પાછા મળે,તે માટે જરૂરી કાર્યવાહી કરવાં જરૂરી માર્ગદર્શન આપેલ હતું.
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે રાજુલા પો.સ્ટે.ના *પોલીસ ઇન્સ. શ્રી જે.એન.પરમાર સાહેબ* નાઓની રાહબરી હેઠળ રાજુલા પોલીસ ટીમ દ્રારા તપાસ હાથ ધરવામાં આવેલ અને તા.૧૫/૦૩/૨૦૨૩ ના રોજ રાજુલા ટાઉન વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા હવેલી ચોક વિસ્તારમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા,પકડાયેલ ઇસમને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત-*
(૧) દિલીપભાઇ ઉર્ફે ગલીડો મોહનભાઇ ચુડાસમા ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.રાજુલા તત્વજ્યોતિ તા.રાજુલા જી.અમરેલી
*રીકવર કરેલ મુદામાલ-*
(૧) સેમસંગ કંપનીનો કાળા કલરનો A2CO મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૩૦૦/- નો મુદામાલ
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના *પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબ* ની સુચના અને માર્ગદર્શન નીચે ટાઉન બીટ *હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા* તથા *હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા* તથા સર્વેલન્સ સ્કોડના *હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા* તથા *હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ* તથા *પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા* તથા *પો.કોન્સ. ભરતસિંહ લાખાભાઇ ગોહિલ* તથા *લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ દાફડા* નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


