*શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર* તથા *અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ* એ અમરેલી જિલ્લામાં માણસોની જીંદગી જોખમમુકત અને લોકોની જીંદગી સુરક્ષિત રહે અને આગના બનાવોથી માણસોની જીંદગી જોખમાય નહીં તે માટે જરૂરી કાર્યવાહી કરવાં માટે જણાવેલ હોય જે અન્વયે *નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ* ના માર્ગદર્શન હેઠળ *રાજુલા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબ* ની રાહબરી હેઠળ,
રાજુલા પો.સ્ટે.ના હિંડોરણા ગામે કાવેરી વોટર પ્લાન્ટની સામે લખમણભાઇ જીવાભાઇ વાવડીયાની પોતાની રહેણાંક જગ્યામાં લખમણભાઇ વાવડીયા તથા અશોકભાઇ મારવાડી બન્ને ગેરકાયદેસર ગેસના બાટલાઓ પોતાની જગ્યામાં રાખી ગેસ રીફીલીંગનો ધંધો કરે છે જે ચોકકસ બાતમી આધારે રેઇડ કરી અલગ અલગ કંપનીના રાંધણ ગેસના તથા કોર્મશીયલ ઉપયોગ માટેના ખાલી બાટલા તથા ગેસ ભરેલા બાટલા નંગ-૫૩ તથા ઈલેક્ટ્રીક મોટરહેડ પંપ, ઈલેકટ્રીક વજનકાંટો, અલગ-અલગ કંપનીના પ્લાસ્ટીકના સીલ તથા અલગ અલગ કંપનીના વાહન-૨ વિગેરે મળી કુલ રૂ.૩,૮૪,૫૫૦/-નો મુદામાલ કબ્જે કરી રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૨૩૫ આઇ.પી.સી. કલમ ૨૮૫,૪૬૧,૧૧૪ મુજબ ગુન્હો રજી કરી એક ઇસમને ધોરણસર અટક કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.એમ.રાધનપરા ચલાવી રહેલ છે.
*પકડાયેલ મુદામાલ-*(૧) રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગ માટેના અલગ-અલગ ગેસ કંપનીઓના ભરેલ બાટલા નંગ-૨૨ કિ.રૂ.૮૮,૦૦૦/-
(૨) રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગ માટેના અલગ-અલગ ગેસ કંપનીઓના ખાલી બાટલા નંગ-૦૪ કિ.રૂ.૧૨,૦૦૦/-
(૩) રાંધણ ગેસના કોમર્શીયલ ઉપયોગના ભરેલ બાટલા નંગ-૧૭ કિ.રૂ.૯૩,૫૦૦/-
(૪) રાંધણ ગેસના કોમર્શીયલ ઉપયોગના અલગ-અલગ ગેસ કંપનીઓના ખાલી બાટલા નંગ-૧૦ કિ.રૂ.૩૫,૦૦૦/-
(૪) ઈલેક્ટ્રીક મોટરહેડ પંપ તથા રેગ્યુલેટર લગાવેલ મોટર નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
(૫) ઈલેકટ્રીક વજન કાંટો નંગ-૦૧ કિ.રૂ.૧,૦૦૦/-
(૬) ગેસ રીફીલીંગ માટેની લોખંડની ભુંગળી (મોરલી) નંગ-૦૫ કિ.રૂ.૫૦/-
(૭) અલગ-અલગ કંપનીના પ્લાસ્ટીકના સીલ નંગ-૧૧૫ કિ.રૂ.૦૦/૦૦
(૦૮) એક ટાટા કંપનીનું છોટા હાથી વાહન રજી. નં. જીજે-૧૧-ઝેડ-૯૭૬૦ કિ.રૂ.૧,૦૦૦૦૦/-
(૦૯) એક અતુલ કંપનીની ભાર રીક્ષા વાહન રજી. નં.જીજે-૦૭-યુયુ-૨૩૭૪ કિ.રૂ.૫,૦૦૦૦/-
*પકડાયેલ આરોપીની વિગત-*(૧) સુભાષભાઇ રૂપરામ બીશ્નોઇ ઉ.વ.૩૬ ધંધો.ગેસ રીપેરીંગ હાલ રહે.હિંડોરણા લખમણભાઇ જીવાભાઇ વાવડીયાના મકાનમાં તા.રાજુલા જી.અમરેલી મુળ રાજસ્થાન
*પકડવાના બાકી આરોપીઓની વિગત-*(૧) લખમણભાઇ જીવાભાઇ વાવડીયા રહે.હિંડોરણા તા.રાજુલા જિ.અમરેલી
(૨) અશોકભાઇ મારવાડી રહે.હિંડોરણા તા.રાજુલા જિ.અમરેલી
*કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ*આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે પો.સબ.ઇન્સશ્રી એઅ.એમ.રાધનપરા તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હિંડોરણા બીટ ઇન્ચાર્જ અનોપસિંહ ગગજીભાઇ સોલંકી તથા પો.કોન્સ.રોહિતભાઇ કાળુભાઇ પરમાર તથા હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા પો.કોન્સ રવિરાજભાઇ બાબુભાઇ વરૂ તથા ધર્મેશભાઇ અશોકભાઇ ચારોલા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


