Gujarat

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અવનવાં કાર્યક્રમોનું આયોજન

મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ’: કવિ સંમેલન અને શૌર્યગીત ગુંજન કાર્યક્રમમાં કવિઓ અને કલાકારોની ગુંજ
 બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અવનવાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેરના ટાઉન હોલમાં કવિ સંમેલન અને શૌર્યગીત ગુંજન કાર્યક્રમ ‘મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ’નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ડો. ભરતભાઈ જોશી, મનોહરભાઈ ત્રિવેદી, વિમલભાઈ અગ્રાવત, વિશાલભાઈ જોશી, યોગેશભાઈ પંડ્યા, જાતુષભાઈ જોશી, પ્રવીણભાઈ ખાચર, જિગ્નેશભાઈ વાળા અને આનંદભાઈ ગઢવી સહિતના કવિઓએ કવિતાઓની રમઝટ બોલાવી હતી. જ્યારે શૌર્યગીત ગુંજનમાં જગદીશભાઈ પરમાર, ભાઈલાલભાઈ ટુંડિયા, સંજયભાઈ મકવાણા, સહદેવભાઈ ચૌહાણ, યોગેશભાઈ તૈરેયા, લસુબેન ડાંગી, ક્રિશાબેન ગઢવી, ધાર્મીબેન બગડિયા, અનિલભાઈ જોશી, કાર્તિકભાઈ જોશી, ચિરાગભાઈ શેઠ, હિતેશભાઈ સરવૈયા સહિતના કલાકારો એ પોતાની કલા પ્રદર્શિત કરી હતી.કાર્યક્રમનું પ્રાસંગિક ઉદબોધન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ભરતસિંહ વઢેર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી વિક્રમસિંહ પરમાર, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી પ્રભાતસિંહ મોરી સહિતના અધિકારીઓ, શિક્ષણવિદો તેમજ મોટી સંખ્યામાં કાવ્યરસિકોએ કાર્યક્રમ માણ્યો હતો.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230123-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *