Gujarat

રાજ્યના નાના બાળકો તથા યુવક યુવતિઓ માટે પર્વતારોહણ પ્રવૃત્તિમાં જોડાવાની ઉમદ્દા તક

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત

દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ એડવેન્ચર કોર્સ તથા

ખડક ચઢાણ બેઝિક કોર્સનું આયોજન આગામી એપ્રીલ ૨૦૨3 થી ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાનાર છે. ખડક ચઢાણ એડવેન્ચર કોર્સ, વય મર્યાદા  ૦૮ થી ૧૩ વર્ષ, સમયગાળો ૦૭ દિવસ ,સ્પેશ્યલ એડવેન્ચર કોર્સ વય મર્યાદા  ૪૫ થી ૬૦ વર્ષ, સમયગાળો  ૦૭ દિવસ,ખડક ચઢાણ બેઝિક કોર્સ વય મર્યાદા  ૧૪ થી ૪૫ વર્ષ, સમયગાળો ૧૦ દિવસ ની તાલીમ આપવામાં આવશે.

આ અંગેનું નિયત ફોર્મ  facebook page – SVIM ADMINISTRATION પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી પુરાવા સાથે કોર્સની તારીખના એક માસ અગાઉ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વાતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ પીન કોડ ૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત જ ( કુરીયરમાં મોકલવું નહી ) મળી જાય તે રીતે મોકલીઆપવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નંબર ૦૨૮૫ ૨૬૨૭૨૨૮ પર સંપર્ક કરવાનો રહેશે.એમ ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જપંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *