Gujarat

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનું પોષણ સ્તર વધારવા PM પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની રસોઈ સ્પર્ધા યોજાઈ હતી.

ભારત સરકારની દરખાસ્ત ને લઈ યુનો દ્વારા વર્ષ 2023 ને ઇન્ટર નેશનલ યર ઓફ મિલેટ જાહેર કર્યું છે,ત્યારે મિલેટ એટલેકે જાડા ધાન અને સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનું પોષણ સ્તર વધારવા બાજરી, જુવાર નાગલી,રાગી,મકાઈ સહિતના સ્થાનિક જાડા ધાન નો ઉપયોગ કરી નવીન વાનગીઓ નો પરિચય મેળવી આવનાર સમયમાં તેને PM પોષણ યોજના ના મેનુ મા સામેલ કરી શકાય તે ઉદ્દેશ્યથી આખા દેશમાં મધ્યહાન ભોજન સંચાલક,રસોઈયા,અને મદદનીશ રસોઈયાઓની સ્પર્ધા થઈ રહી છે ,જે અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધા બાદ આજે જિલ્લાની સ્પર્ધા છોટાઉદેપુરની તાલુકા શાળા નમ્બર 1માં યોજાઈ હતી જેમાં પ્રત્યેક તાલુકામાંથી બબ્બે સ્પર્ધકો મળી તમામ 6 તાલુકાના 12 સ્પર્ધકો જોડાયા હતા, અને જાડા ધાનનો ઉપયોગ કરી વિવિધ પૌષ્ટિકતાથી ભરપૂર હોવાની સાથે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી, સ્પર્ધાના પ્રથમ ,દ્વિતીય અને તૃતીય આવનારને રૂપિયા 10 હજાર,5 હજાર અને 3 હજારનું રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230128_174505.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *