Gujarat

રાજ્યના ૬.૯૦ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૬મા પ્રવેશ માટે આપશે એન્ટ્રન્સ ટેસ્ટ!..

અમદાવાદ
રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. અમદાવાદમાં ૫૪ હજાર સહિત રાજ્યભરમાંથી અંદાજે ૬.૯૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૬ના વર્ગમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૨ સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાયું છે. ૧૧ વાગ્યાથી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી ર્ંસ્ઇ પદ્ધતિથી એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. ધોરણ ૬ થી ૧૨ સુધી બાળકો નિઃશુલ્ક અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે. પરીક્ષા માટે કેવી છે તંત્રની તૈયારીઓ?.. પરીક્ષા બાદ મેરિટના આધારે બાળકોને અલગ અલગ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. એન્ટ્રન્સ ટેસ્ટના આયોજન માટે ખંડ નિરીક્ષક તેમજ દરેક પ્રાથમિક શાળાના એક શિક્ષકને નોડલ તરીકે નિમણુંક કરાઈ છે. મ્ઇઝ્ર, ઝ્રઇઝ્ર અને ્‌ર્ઁં સ્તરે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર લાવવા લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારી શાળાઓના બાળકોને સવારે ૯ વાગે શાળાએથી પરીક્ષા સેન્ટર પર શિક્ષકો બસ મારફતે લઈ જશે. પરીક્ષા પૂર્ણ થાય એટલે તમામ બાળકોને પરત શાળાએ લાવી, વાલીઓને સોંપવામાં આવશે. નવોદય અને સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટે જે રીતે બાળકોની પરીક્ષા યોજાય છે એ મુજબ જ જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળાઓના ધોરણ ૬ના વર્ગમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. કઈ શાળામાં કેટલો પ્રવેશ?… તે જાણો… ઉલ્લેખનીય છેકે, જૂન ૨૦૨૩ થી રાજ્યમાં ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ, ૭૫ જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, ૨૦ જ્ઞાનશક્તિ સ્કૂલ અને ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ શરૂ થશે. તમામ નવી ૫૦૫ શાળાઓમાં આગામી નવા સત્રથી મેરિટના આધારે બાળકોને ધોરણ ૬માં પ્રવેશ અપાશે. જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીદીઠ ૨૧,૪૦૦ રૂપિયા સરકાર ચૂકવશે. જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં વિદ્યાર્થદીઠ ૬૭ હજાર રૂપિયા સરકાર ચૂકવશે. જ્ઞાનશક્તિ સ્કૂલમાં અંદાજે ૭૦ હજાર જેટલી ફી સરકાર વિદ્યાર્થીદીઠ ચૂકવશે. તમામ સ્કૂલોને દરવર્ષે ૭ ટકા જેટલો વિદ્યાર્થીદીઠ ફી વધારો આપવામાં આવશે. તમામ ૫૦૫ શાળાઓમાં આગામી સત્રથી બે વર્ગ શરૂ થશે, પ્રત્યેક વર્ગમાં ૩૫ વિદ્યાર્થી એમ કુલ ૭૦ વિદ્યાર્થી શાલદીઠ પ્રવેશ અપાશે. કોને મળશે નિશુલ્ક પ્રવેશ?… તે જાણો… અંદાજે ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને સરકાર સીધો પ્રવેશ આપશે, જેના માટે વાલીઓએ કોઈપણ જાતની ફી ચુકવવાની રહેશે નહીં. ગઈકાલે પરીક્ષાના એક દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી ર્ંસ્ઇ શીટ આપી પરીક્ષા અંગે પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. બાળકોને ર્ંસ્ઇ પદ્ધતિ વિશે સમજ આપી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *