Gujarat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું
ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આજે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પદવીદાન
સમારોહમાં ઉપસ્થિત રહેનાર છે, ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું.
રાજ્યપાલશ્રીના સ્વાગતમાં કલેકટર શ્રી બી. એ. શાહ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું, જિલ્લા વિકાસ અધિકારી શ્રી
વિકલ્પ ભારદ્વાજ, શહેર પ્રાંત અધિકારી શ્રી દર્શન શાહ, એરપોર્ટ ઓથોરિટી ડાયરેકટર શ્રી સચિન ખેંગાર, આસિસ્ટન્ટ મેનેજર
શ્રી પ્રશાંત મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦

2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *