Gujarat

રાજ્યપાલ શ્રી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર
રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસ પ્રસંગે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી હતી. રાજભવનમાં રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના દીર્ઘાયુની કામના કરતાં તેમના દ્વારા લોકહિતના ઉમદા કાર્યો થતા રહે એવી શુભેચ્છાઓ આપી હતી. રાજ્યપાલના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય હેતુ રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિર દરમિયાન ૯૦૩ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.
ભારતના રાષ્ટ્રપતિ આદરણીય દ્રોપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ પત્ર પાઠવીને રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.
રાજભવન પરિવાર દ્વારા આજે રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય હેતુ રાજભવનમાં આજે સવારે ૮ઃ૦૦ વાગ્યાથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું રાજ્યપાલના સુપુત્ર ગૌરવ આર્યનો પણ આજે જન્મદિવસ હતો. પુત્ર ગૌરવ આર્ય અને પુત્રવધુ મતી કવિતાજીએ પણ આ શિબિર દરમિયાન રક્તદાન કર્યું હતું.
ગાંધીનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલી આ રક્તદાન શિબિરમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, સેના-પોલીસના જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ, ધાર્મિક-સેવાભાવી સંગઠનો, યુનિવર્સિટીઓના છાત્રો સહિત વિવિધ ૭૮ જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓએ રક્તદાન કર્યું હતું. રાજ્યપાલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. શશાંક સિમ્પીના સંકલનથી આયોજિત આ રક્તદાન શિબિરમાં ૯૦૩ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આટલા રક્તથી ૨૦૭૦૯ જેટલા લોકોના જીવ બચાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *