અમદાવાદ
રાજ્યમાં આજે ટેટની પ્રિલિમ પરીક્ષા યોજાઇ હતી, આજે રાજ્યમાં માઘ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની યોગ્યતા પરીક્ષા એટલે કે ટેટની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં આ વખતે પેહલીવાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટેટ પરીક્ષાને બાબતે છે કે, આ વખતે પહેલીવાર શિક્ષક બનવા માટે લેવામાં આવી રહેલ પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કારણ કે આજે લેવાઈ રહેલ પ્રિલિમ પરીક્ષા બાદ ૧૮મી જૂને મેન્સની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને મેન્સ પરીક્ષા આપવાની તક મળશે જે બાદ ફાઈનલ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. રાજ્યમાં અમદાવાદ , ગાંધીનગર, વડોદરા સુરત અને રાજકોટમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ત્રણ માધ્યમ અને વિવિધ ૧૦ જેટલા વિષયોની પરીક્ષા લેવામાં આવશે. રાજ્યભરમાંથી એક લાખ ૬૫,૦૦૦ જેટલા ઉમેદવારો ટેટ ની પરીક્ષા માટે પોતાનું નસીબ અજમાવશે. રાજ્યભરમાં ૬૦૦ જેટલા પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં ૩૮,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦,૦૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી હતી. બપોરે ૧૨ કલાકથી ત્રણ કલાક સુધી પરીક્ષા લેવાઈ હતી.