આવતીકાલે યોજાનાર GPSC -જુનિયર ક્લાર્કની પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લામાં 29 પરીક્ષા કેન્દ્ર ઉપર 10920 ઉમેદવારો લેખિત પરીક્ષા આપનાર છે, ત્યારે પરીક્ષા પૂર્વે અને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ રીતે નિર્વિવાદ પરીક્ષા સંપન્ન થાય તે માટે વિશેષ તકેદારી સાથે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે,તમામ 364 પરીક્ષા ખંડ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે,લાઈવ વ્યુ લાઈવ રેકોર્ડિંગની વ્યવસ્થા ,પીવાના પાણીની, સાફ સફાઈની સાથે મહિલા ઉમેદવારોની ચકાસણી માટે આરોગ્ય વિભાગના મહિલા સ્ટાફ સાથે એનક્લોઝર ની વ્યવસ્થા કરવામાં આવી છે,સઘન સુરક્ષા વ્યવસ્થા માટે 320 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત પરીક્ષા સંચાલન માટે 1100 જેટલા મહેસુલી, પંચાયત,આરોગ્ય સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોતરાશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે હેલ્પલાઇન નમ્બર 02669 296208 શરૂ કરવામાં આવ્યું છે,જિલ્લા વિકાસ અધિકારી અને પરીક્ષા સમિતિના જિલ્લાના ચીફ કોઓર્ડીનેટર ગંગાસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉમેદવારોને પરત જવા એસટી વિભાગ દ્વારા વિશેષ બસરૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
