ગાંધીનગર
ગુજરાતની દરિયાઈ સીમાઓ અને આંતરરાષ્ટ્રીય સીમાઓ પરથી નશીલા પદાર્થો રાજ્યમાં ઘુસાડવા માટે થઈ રહેલા પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ છે અને મોટાભાગે આવા નશીલા પદાર્થો સાથે ગુજરાતમાં ઘુસતાની સાથે જ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવે છે. એટલું જ નહિ, નશીલા પદાર્થો સાથે આરોપીઓ ગુજરાતમાં ઘૂસે તે પહેલાં જ ચેક પોસ્ટ પરથી મુદ્દામાલ સાથે પકડાઈ જાય તે માટે રાજ્યની વિવિધ ચેક પોસ્ટ ઉપર હાઈ ટેકનોલોજી આધારિત સ્કેનર લગાડવા રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
પકડાયેલા ડ્રગ્સ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ કહ્યું કે, રાજ્યનું યુવાધન ડ્રગ્સથી દુર રહે અને રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કે વેચાણ સદંતર બંધ થાય તે માટે ગુજરાત પોલીસ એલર્ટ છે અને ડ્રગ્સ માફિયાઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તા.૩૧મી ડીસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા ૧૦ સફળ દરોડા પાડી ૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂ ૬.૩૫ લાખનો ગાંજાે અને રૂ.૧૩.૩૪ લાખનું એમ.ડી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ૧૩ દરોડા પાડી પોલીસે ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂ.૩.૦૮ લાખનો ગાંજાે, રૂ.૧.૧૮ લાખનું અફીણ, રૂ.૯૭.૬૦ લાખના પોષડોડા/પાવડર અને રૂ.૧.૪૬ કરોડથી વધુ કિંમતનો ચરસનો જથ્થો પકડવામાં આવ્યો છે. જિલ્લા અને મહાનગરોમાં એસ.ઓ.જી અને ક્રાઇમ બ્રાંચની ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે.
મંત્રીએ પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉમેર્યું કે, માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર ટ્રાફિકને રોકવાના હેતુથી અને તેની સાથે જાેડાયેલા કેસોમાં અટકાયતની જાેગવાઈ કરવા માટે અમલી બનેલો કાયદો ઁૈં્ દ્ગડ્ઢઁજી છઝ્ર્ ૧૯૮૮ અંતર્ગત ગુજરાતમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં એક વર્ષમાં આવા ગુનાઓ આચરતા કુલ ૪૩ આરોપીઓ સામે ઁૈં્ દ્ગડ્ઢઁજી છઝ્ર્ હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.
