બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામની માલધારી સમાજની દિવ્યાંગ દિકરી કાજલ બોળીયા ની ઓલિમ્પિક વલ્ડઁ ગેમ્સમાં સિલેક્શન થતા બોટાદ જીલ્લા સહીત સમગ્ર રાજ્ય અને ભારત દેશ નું ગૌરવ વધાર્યુ છે.ત્યારે બોટાદ જીલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય,ડી.ડી.ઓ.અક્ષય બુદાનીયા,પ્રાંત અધિકારી પી.ટી.પ્રજાપતિ સહીતના જીલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પાણવી ગામે કાજલ બોળીયાની મુલાકાત લીધી હતી.આ સમયે રાણપુર તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા,નાયબ મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટ,જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભગવતસિંહ દાયમા સહીતના હાજર રહ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


