બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાની મોડેલ સ્કુલ રાણપુરમાં તા. ૫-૧-૨૦૨૩ થી તા.૮-૧-૨૦૨૩ સુધી રાજ્ય બહાર રાજસ્થાનમાં શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ૮૯ બાળકો તેમજ ૬ જેટલા શૈક્ષણિક સ્ટાફે સાથે મળીને ઉદયપુર, જયપુર, નાથદ્વારા, હલ્દીઘાટી, માઉન્ટઆબુ તેમજ અંબાજી જેવા સુપ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લીધી હતી. શાળાના બાળકોએ પ્રવાસ દરમિયાન પ્રવાસનો ભરપુર આનંદ માણ્યો હતો, તેમજ પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


