બોટાદ જીલ્લા કલેક્ટર,ડી.ડી.ઓ.અને પ્રાંત અધિકારીએ
ઊની ખાદી નું ઉત્પાદન અને બનાવટ ની રીત અને મહીલા ને રોજગારીને લઈને જીલ્લા કલેક્ટર,ડી.ડી.ઓ.,પ્રાંત અધિકારી પ્રભાવીત થયા..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ વિશ્વ વિખ્યાત અને ગુજરાતની એકમાત્ર ઉની ખાદી સંસ્થા એવી સંત બાલજી પ્રેરીત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની બોટાદ જીલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય,જીલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનીયા,બરવાળા પ્રાંત પી.ટી.પ્રજાપતિ એ મુલાકાત લીધી હતી.ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાની મુલાકાત સમયે ખાદી સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી દ્રારા કલેક્ટર,જીલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી નું સ્વાગત કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ ખાદી સંસ્થાના ડેપો ની મુલાકાત લીધી અને ખાદી નું ઉત્પાદન અને બનાવટ ની રીત અને મહીલા ને રોજગારી ને લઈને જીલ્લા કલેક્ટર,જીલ્લા વિકાસ અધિકારી અને બરવાળા પ્રાંત અધિકારી ભારે પ્રભાવીત થયા હતા.આ સમયે રાણપુર તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા,નાયબ મામલતદાર રાકેશભાઇ ભટ્ટ હાજર રહ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


