બોટાદ જીલ્લાના રાણપુર શહેરના માલધારી સમાજના યુવા આગેવાન અને ગોવાળીયા ગૃપના સભ્ય ગોપાલભાઈ બોળીયા એ પોતાના પુત્રના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજી જન્મદિવસ અનોખી રીતે ઉજવણી કરી હતી. ગોવાળીયા ગ્રુપ ના સભ્ય એવા ગોપાલભાઈ રામાભાઈ બોળીયા ના સુપુત્ર પાર્થ ગોપાલભાઈ બોળીયા ના જન્મદિવસ નીમીત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ હતું તેમા રાણપુર પી.એસ.આઇ-એસ.જી.સરવૈયા,ચન્દ્રેશભાઈ સોની,હરેશભાઈ બોળીયા,લાલાભાઈ બોળીયા,હરેશભાઈ જોગરાણા,સુરેશભાઈ પરમાર,સોહીલભાઈ ખટાણા,મુકેશભાઈ સભાડ,વિપુલભાઈ લુહાર,હરેશભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, સંજયભાઈ પરમાર મ,ગોપાલભાઈ ગાગંડીયા,અનીસ માંકડ સહીતના લોકો હાજર રહ્યા હતા.આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાવનગરની બાંભણીયા બ્લડ બેન્ક આવી હતી અને 51 બોટલ રક્તની એકત્રત થઈ હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર