નવીન આકરણી ને લઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયતને લઈ આવેદનપત્ર આપ્યું અને નવીન આકરનીની અમલવારી હાલ મોકૂક રાખવા કરાઈ રજુઆત
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોદેદારોએ ગ્રામ પંચાયત દ્વારા જે નવીન આકરની અમલવારી કરવામાં આવેલ છે તેના વિરોધમાં બોટાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું અને આ આકરની હાલ મોકુફ રાખવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં ઉચ્ચારી હતી.બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ફક્ત ઔધોગિક એકમોની આકરની નવેસરથી કરવામાં આવેલ છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા તા. ૨૩-૨-૨૦૨૩ ના રોજ જાહેર ખબર આપી વાંધા સુચનો મંગાવવામાં આવેલ હતા. જેને ટેક્ષસ્પીન બેરીંગ્સ લિમીટેડ, યુનિટ – ૧ તથા યુનિટ – ૨, ટ્રીકેટ એન્જીનીયરીંગ પ્રા. લિ., ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ, આર. એમ. પી. બેરીંગ્સ પ્રા. લિ. વિગેરે દ્વારા આ આકારણી બાબતે વિરોધ દર્શાવેલ જેમાં ઈન્ડ્રસ્ટ્રીઝના સભ્ય ટેક્ષસ્પીન બેરીંગ્સ
લિમીટેડ દ્વારા ગ્રામ પંચાયતની આકારણી સમિતી સમક્ષ વાંધા રજુ કરેલા હતા.જેમાં તા. ૧૬-૩-૨૦૨૩ તથા ૨૯-૩-૨૦૨૩ ના રોજ રોજ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ નવીન આકારણીમાં શું ભાવ નક્કી કરવામાં આવેલ છે. જે બાબતે સરકારી પરીપત્રની નકલ આપવી. નવી આકારણી અમલ બાબતે થયેલ ઠરાવની નકલ આપવામાં આવે તેમજ નવી આકારણી અમલમાં આવ્યા બાદ, પંચાયત દ્વારા શું શું વધારાના લાભ આપવામાં આવશે. તથા
રહેણાંક વિસ્તારને આપવામાં આવતા લાભ તથા ઔદ્યોગિક એકમોને નવી આકારણીના શા લાભ આપવામાં આવશે, તેની સ્પષ્ટતા કરવાં જણાવેલ ત્યારે ગ્રામ પંચાયત કચેરી દ્વારા વાંધા અરજીનો લેખિતમાં યોગ્ય જવાબ આજ દિન સુધી આપેલ ના હોઈ જેને લઈ ૬-૪-૨૦૨૩ ના રોજ વાંધા અરજી બાબતે જીલ્લા પંચાયતમાં અપીલ કરવા જણાવવામાં આવેલ અને તમામ ઈન્ડ્રસ્ટ્રીઝના સભ્યોને નવીન આકારણી મુજબ માંગણા બિલ મોકલી આપવામાં આવેલ છે. જેમાં ઈન્ફસ્ટ્રીઝ એસોસીયેશનને વાંધા અરજીનો તથા વિરોધનો યોગ્ય જવાબ નહી મળવાના કારણે સદર આકારણીનો અમલ નહી કરવા સર્વાનુંમત્તે ઠરાવ કરવામાં આવે છે. જેથી જ્યાં સુધી આ બાબતનો
સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી સદર નવી આકારણી ની અમલવારી મોકુફ રાખવા માટે જીલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ ને રજુઆત કરવામાં આવેલ છે…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


