Gujarat

રાણપુર તાલુકાના ઉમરાળા ગામે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

15 નિષ્ણાંત ડોક્ટરોની ટીમે 350 કરતા વધુ દર્દીઓનું નિદાન કર્યુ
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ઉમરાળાના સહયોગથી નિઃશુલ્ક સર્વ રોગ નિદાન ચિકિત્સા કેમ યોજવામાં આવ્યો હતો જેમાં આર.કે.હોસ્પિટલ અને યુનિવર્સીટી રાજકોટના ડો કેતન સર, ડો રાજેન્દ્ર, ડો શ્રીકાંત અને તેમની ટીમ સાથે કુલ 15 નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કુલ 350 કરતા પણ વધારે દર્દીઓએનુ વિનામુલ્યે વિવિધ રોગ ને લઈને નિદાન કરવામાં આવ્યુ હતુ..આ તકે ગામના સરપંચ અરવિંદભાઈ, બોટાદ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતીના ચેરમેન સદસ્ય વિરમભાઈ મીઠાપરા,રાણપુર તાલુકા પંચાયત શિક્ષણાધિકારી જીતેન્દ્રસિંહ લીંબોલા, કેળવણી નિરીક્ષક કરણસિંહ લીંબોલા, એસ.એસ.એના વડા બી.આર.સી. રમેશભાઈ રાઠોડ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.આ કાર્યયકમ ને સફળ બનાવવા ઉમરાળા પ્રાથમિક શાળાના આચાર્ય વિશાલભાઈ તેમજ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230221-WA0087.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *