90 લાખના ખર્ચે 2 પુલ અને આર.સી.સી.રોડ બનશે,ધારાસભ્ય,જીલ્લા ભાજપ પ્રમુખ,તાલુકા પંચાયતના પ્રમુખ સહીતના આગેવાનો હાજર રહ્યા
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામે ગામમાં જવા માટે નો પુલ અને રોડ ખખડધજ હાલતમાં હતો જેના લીધે ગોધાવટા ગામના લોકો ઘણા સમયથી ભારે હાલાકી ભોગવતા હતા અને સરકારમાં અનેકવાર રજુઆત કરતા ગોધાવટા ગામે ગામમાં જવાનો પુલ અને રોડ મંજુર થતા ગામલોકોમાં ખુશી ફેલાઈ હતી.ત્યારે આજરોજ 90 લાખ ના ખર્ચે 2 પુલ અને આર.સી.સી રોડ ના કામ નું ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ.ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે રાણપુર તાલુકા પંચાયત ના પ્રમુખ વિનોદભાઈ સોલંકી, બોટાદ જિલ્લા પંચાયત ના કારોબારી સમિતિ નાં ચેરમેન ભગુભાઈ દાયમા, તાલુકા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ માણસુરીયા, ધીરુભાઈ પુરાણીયા, ભાજપ આગેવાન સાર્દુલભાઈ વેગડ, નીરુભાઈ પટેલ, સુરેશભાઈ અડાણીયા, નાકુજી ગઢવી, સરપંચ રમેશભાઈ, ગુંદા ના સરપંચ લખુભા ડોડીયા, પૂર્વ સરપંચ અનિલભાઈ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ બંને બ્રિજ અને આર.સી.સી રોડ બનવાથી ગામ લોકો નો વર્ષો જૂનો પ્રશ્ન હલ થશે આ ખાતમુહૂર્ત કરવાથી ગામ લોકો માં ખુશી ફેલાય હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


