Gujarat

રામનવમી ના તહેવાર નિમિત્તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ…

આગામી દિવસોમાં રામનવમીના તહેવાર નિમિત્તે બોટાદ જીલ્લા ઈન્ચાર્જ પોલીસ વડા એ.એ.સૈયદ ના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ.પી.એસ.આઈ-એસ.જી.સરવૈયાની આગેવાનીમાં શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી.જેમાં રામનવમી ના દિવસે રાણપુરમાં નિકળતી શોભાયાત્રા અને રામનવમી ના તહેવારની શાંતિપુર્ણ માહોલ વચ્ચે ઉજવણી થાય અને રમજાન માસ અને રામનવમી નો તહેવાર સાથે હોય રાણપુર શહેરમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો અને બજરંગદળ,આંતરાષ્ટ્રીય હિન્દુ પરીષદના આગેવાનની હાજરીમાં શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી.અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોએ રામનવમી અને રમજાન માસની ઉજવણી કોમી એકતા સાથે ઉજવણી કરવાની પોલીસ પ્રસાશનને ખાત્રી આપી હતી….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *