Gujarat

રામનૌમિ ના દિવસે જય દ્વારકાધીશ ફ્રેન્ડસ ગ્રુપ ના મિત્રોએ સમાજના દાતાશ્રીઓના સહયોગથી મોક્ષરથ અંતિમયાત્રા ના વાહન લોકાર્પણ કરવામાં આવેલું આ તકે .સામાજિક અગ્રણી અનિશ ભાઈ રારછ દ્વારા દ્વારકાધીશ ફ્રેન્ડસ ગૃપ ને  પ્રોત્સાહિત કરવા આવ્યા 

 અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
 *આજ રોજ  વેરાવળના બિલેશ્વર મંદિર ના પટનાગણમાં દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં જય દ્વારકાધીશ ફ્રેન્ડસ ગ્રુપ નો મોક્ષરથ અંતિમયાત્રા વાહન નુ લોકાર્પણ કરવામાં આવેલું જેમાં સામાણી પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ કિશોરભાઈ સામાણી રવિભાઈ  સામાણી ના હસ્તે દીપ પ્રાગટય કરી કુવારકાઓના હાથે કંકુ ચાંદલા, નારિયેળ ફોડાવી પુજા વિધિ કરી અને લોકાર્પણ કરવામાં આવેલું ત્યારે લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના ઉપપ્રમુખ, મુકેશભાઈ રૂપારેલીયા, ગીરીશભાઈ  કારીયા, નું ઉપ પ્રમુખ જયદેવ ભાઈ જાનિ, નગર સેવકો તેમજ અનુદાન આપનાર વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી લોકાર્પણને ના સાક્ષી બન્યા ત્યારે  આ સેવાકીય કાર્ય માં સામાણી પરિવાર તરફથી ઈંધણનો ખર્ચ અપાશે તે જાહેરાત જાણી હાજર સર્વ સમાજ ના શુભેચ્છાકોએ સામાણી પરિવારની પહેલ ને બિરદાવી હતા ત્યારે દ્વારકાધીશ ફ્રેન્ડ્સ ક્લબના પ્રમુખ અભિષેક ગદાએ જણાવ્યું છે કે આ મોક્ષરથ વેરાવળ શહેર ના દરેક દરેક વિસ્તારના લોકો ને અંતિમયાત્રા તરીકે મેળવવા માટે ફોન નંબર 98798 24911 પર ફોન પર સ્થળ તેમજ સમય જણાવવાથી મોક્ષરથ આપને ત્યાં પહોંચાડીશું અને આ સેવા સંપૂર્ણપણે નિશુલ્ક રાખેલી છે સ્વૈચ્છાએ આપ જે કોઈ અનુદાન આપશો તે આવક માથી મેન્ટેનન્સ માટે ઉપયોગ લેવામાં આવશે વધારાનુ અનુદાનને આવા જ અન્ય સેવાકીય કાર્યમાં વાપરવામાં આવશે તેઓ સંકલ્પ સાથે સેવાકીય ટીમના અભિષેકભાઈ ગદા, કશ્યપભાઈ સામાણી, વિજય ગદા, સમીર પોપટ, નિખિલ છગ, શ્રીજેશ લાડવા, નટુભાઈ ટાંક, મનીષભાઈ અભાણી, યજ્ઞેશભાઈ સિરોદરિયા, નીલભાઈ ચંદે  સહિતનાઓએ  જહેમત ઉઠાવેલ હોવાનુ અનિષ રાચ્છ સોની હરેશ ભાઈ સતીકુંવર ને અખબારી યાદીમાં જણાવ્યું છે..*

IMG-20230330-WA0126.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *