મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા “બેટી બચાઓ,બેટી પઢાઓ.” યોજના અંતર્ગત તા.૧૮/૦૧/૨૦૨૩ થી તા.૨૪/૦૧/૨૦૨૩ દરમ્યાન રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે જામનગર તાલુકાના આમરા ગામે આવેલ આમરા માધ્યમિક શાળા” માં “બેટી બચાઓ,બેટી પઢાઓ” વિષય પર ચિત્રસ્પર્ધા અને સૂત્રલેખનસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરી તમામ સાહિત્ય મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પૂરાં પાડવામાં આવેલ હતાં.તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. બાદમાં વિદ્યાર્થીઓને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાલક્ષી યોજનાની માહિતી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગરમાંથી મહિલા કલ્યાણ અધિકારી રૂકસાદબેન ગજણ, સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્ર સંચાલક નિહારીકાબેન પીપરોતર, શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


