Gujarat

રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ બાળકોના વાલીઓ માટે આશીર્વાદરૂપ

‘એ પ્લાસ્ટિક એનેમિયા’ સહિત લ્યુકેમિયા, સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા મેજર જેવી બિમારીમાં બોન મેરો ટ્રાન્સ પ્લાંટ કરવાની આવશ્યકતા રહે છે. મિરલને એ પ્લાસ્ટિક એનેમિયા હોવાથી તેની પણ બોન મેરો ટ્રાન્સપ્લાંટ સર્જરી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં બોન મેરો ટ્રાન્સપ્લાંટમાં રૂ. ૪૫ લાખથી વધુનો ખર્ચ થતો હોય છે. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ હેઠળ મિરલની બોન મેરો ટ્રાન્સપ્લાંટ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે. અને આ એ પ્લાસ્ટિક એનેમિયા નો ગુજરાત રાજ્યોનો માત્ર બીજો જ કેસ છે. જેમાં સંપૂર્ણ પણે સફળતા મળી છે. આજે મિરલ સ્વસ્થ્ય અને અભ્યાસરત પણ છે.

રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ બાળકોના વાલીઓ માટે આશીર્વાદ રૂપ છે. જેમાં આંગણવાડી અને સ્કૂલ જતાં બાળકો ઉપરાંત ચિલ્ડ્રન હોમ, અનાથ આશ્રમ, મદ્રેસા અને ૦ થી ૧૮ વર્ષના સ્કૂલે ન જતાં બાળકોને પણ આવરી લેવામાં આવે છે. આ યોજના હેઠળ બાળકને હ્યદયમાં કાણું, જન્મથી પગ વળી ગયેલ હોવા, હોઠ કે તાળવું કપાયેલ હોવું વેગેરે જેવી કોઈ ખામી કે બિમારીમાં આરબીએસકે-યોજનના લાભ મળી શકે છે. તેમ મેડિકલ ઓફિસર ડો.રઈસ સર્વદીએ જણાવ્યું હતું.

રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ હેઠળ મેડિકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ સહિતની ટીમ કાર્યરત હોય છે. જે બાળકની સારવાર બાદ પણ ફોલોઅપ પણ લે છે. સાથે જ બાળકની યોગ્ય સારવાર માટે તમામ તબક્કે મદદરૂપ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *