રાજકોટ
રાષ્ટ્ર સેવિકા સમિતિ ૮૬ વર્ષોથી મહિલાઓમાં વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત છે. દેશભક્તિની પ્રબળ ભાવના સાથે શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ થી વ્યક્તિત્વ નિર્માણ માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગો યોજાતા હોય છે.
ગુજરાતમાં બે સ્થાન પર આ વર્ષે આવા પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થયું છે. ૬ મે થી ૨૦ મે સુધીના આ પ્રશિક્ષણ વર્ગોમાં ગુજરાતમાંથી કુલ ૧૮૬ સેવિકાઓએ ભાગ લીધો છે. આ વર્ગો માં કુલ ૨૩ શિક્ષિકા બહેનો વિવિધ વિષયો પર પ્રશિક્ષણ આપશે.
સૌરાષ્ટ્ર પ્રાંત માં રાજકોટ મુકામે આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં ૧૦૩ બહેનોએ ભાગ લીધો છે તથા નવસારીના ચીખલી મુકામે આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં ૮૩ સેવિકાઓ ઉપસ્થિત છે.
રાજકોટ તથા નવસારી ખાતે સંપન્ન થનાર વર્ગનું સમાપન ૨૦મે ના રોજ થશે. ૬ મેથી ૨૦ મેં સુધી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા સેવિકાઓને પ્રશિક્ષણ અપાશે. મનમાં સમાજમાં પરિવારો તૂટી રહ્યા છે ત્યારે પરિવાર ભાવના વિકસિત થાય અને પરિવારમાં આત્મીયતા જળવાઈ રહે એવા વિષયો પર વર્ગોમાં વિશેષ ધ્યાન અપાય છે.