Gujarat

રિલાયન્સ ટ્રેન્ડસ્ મોલ રાજુલા ખાતે ચિત્ર સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ સ્પર્ધામાં સાવરકુંડલાની દિકરી ઉર્જા પાર્થ કુમાર ગેડીયાએ દ્વિતીય કમાંક મેળવી પરીવારનું નામ રોશન કર્યું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ રિલાયન્સ ટ્રેન્ડસ્ મોલ રાજુલા ખાતે નાના બાળકો માટે ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ. વેકેશનના સમયગાળામાં નાના બાળકોની સર્જનાત્મક શક્તિ અને કલ્પના શક્તિ ખીલે અને બહાર આવે તે માટે 5 થી 15 વર્ષના નાના બાળકો માટે ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 22 બાળકોએ ભાગ લીધેલ,જેમાં જુદા જુદા ચિત્રો દોરી બાળકોએ પોતાની કલા અને આવડત પ્રદર્શિત કરી હતી.
સ્પર્ધાના અંતે અલગ અલગ બે કેટેગરીમાં કુલ છ વિદ્યાર્થીઓને પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમ આપી સર્ટિફિકેટ, ઇનામ તથા ગિફ્ટ વાઉચર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ સ્પર્ધામાં સાવરકુંડલાની દીકરી ઉર્જા પાર્થકુમાર ગેડિયાએ દ્વિતીય ક્રમાંક મેળવેલ.
સમગ્ર કાર્યક્રમને આયોજનપૂર્વક સફળ બનાવવામાં શ્રી હિતેશભાઈ હોતા અને શ્રી મહેશભાઈ ધમલ સ્ટોર મેનેજરશ્રીએ પુરી જહેમત ઉઠાવેલ તેમજ જયદીપભાઇ ચૌહાણ,મહેશભાઈ મકવાણા, સંજયભાઈ જોગદીયા, ઘનશ્યામભાઈ મકવાણા, અંકિતાબેન ગોસ્વામી, ધ્રુવિકાબેન મહેતા, હાર્દિકાબેન દાફડા વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું અમૂલ્ય યોગદાન આપેલ.

IMG-20230519-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *