મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સુવિધા માટે રૂ. ૨.૫૦ લાખના ખર્ચે મલ્ટીપરપઝ મોટરાઈઝડ ડિલિવરી બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે આ બેડ તેની આનુસંગિક વ્યસ્થાઓ પણ કરવામાં આવશે.
મેંદરડાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૂજા પ્રિયદર્શની કહે છે કે, મલ્ટીપરપઝ મોટરાઈઝડ ડિલિવરી બેડ દર્દીઓની સારવારમાં ખૂબ ઉપયોગી અને કારગર છે. દર્દીઓના જુદા-જુદા રોગની સારવારમાં જુદી-જુદી પોઝિશનમાં રાખવાના થતા હોય છે. જેથી આ બેડથી ડોક્ટર, દર્દી અને દર્દીની કાળજી લેનાર સગા સંબંધીઓને પણ ઘણી અનુકૂળતા કરી આપે છે.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ની ૧૫ ટકા વિવેકાધીન જિલ્લા વહીવટી તંત્ર જોગવાઈ (કલેકટરશ્રી) હેઠળના અનુદાનમાંથી આ મલ્ટીપર્પઝ મોટરાઈઝડ ડિલિવરી બેડ દાત્રાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ કરાવવા માટે મંજૂર આપવામાં આવી છે.
