બોડેલીમાં આવેલ જિંદાલ કોમ્પ્લેક્સ અલીપુરા ચાર રસ્તામાં ચાલતા રેસ એકેડેમી દ્વારા Siri overseas નો આજરોજ સંજયભાઈ અગ્રવાલ તથા રાહુલ ઈસરાણી દ્વારા રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં યુવા-યુવતીઓને વિદેશ જવા માટે આ overseasની બોડેલી ખાતે શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગ્રામીણ વિસ્તારના યુવા-યુવતીઓને IELTS,PTE કોચિંગ, ફોરેન લેંગ્વેજ, સ્ટુડન્ટ્સ વિઝા, PR વિઝા, વિઝીટર વિઝાની સુવિધા આપવામાં આવશે.વહેલી તકે યુવા- યુવતીઓ આ સુવિધાનો લાભ લઈ પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવે તેમ Siri overseasનું ધ્યેય છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


