જામનગર રોજગાર કચેરી અને જીલ્લા સમાજ સુરક્ષા કચેરીના સયુંકત ઉપક્રમે દિવ્યાંગ ઉમેદવારો માટે
જુદા જુદા તાલુકા મથકો ખાતે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૧૧:૦૦ કલાકથી
૨૮/૦૪/૨૦૨૩ સુધી જામનગર રોજગાર કચેરી, તા.૧૩/૦૪/૨૦૨૩ અને તા.૧૯/૦૪/૨૦૨૩ના રોજ જામજોધપુર તાલુકા
પંચાયત કચેરી, તા.૧૫/૦૪/૨૦૨૩ અને તા.૨૧/૦૪/૨૦૨૩ના રોજ કાલાવડ તાલુકા પંચાયત કચેરી, તા.૧૭/૦૪/૨૦૨૩ના
રોજ જોડિયા તાલુકા પંચાયત કચેરી, તા.૧૮/૦૪/૨૦૨૩ના રોજ લાલપુર તાલુકા પંચાયત કચેરી, તા.૨૦/૦૪/૨૦૨૩ના રોજ
ધ્રોલ તાલુકા પંચાયત કચેરી ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે
ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ ડોક્યુમેન્ટ ની નકલ , જાતિનો દાખલો (લાગુ પડતું હોઈ તો ) નકલ, દિવ્યાંગતાનું
પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડની નકલ અને ફોટો -૧ રજૂ કરવાના રહેશે તેમ મદદનીશ નિયામક (રોજગાર)ની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.
