Gujarat

રોબોટિક્સ અને કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ વિષય અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એપ્લીકેશન ઓફ રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીઝ ઇન એગ્રિકલ્ચર વિષય પર બે દિવસીય વર્કશોપનો આરંભ

જૂનાગઢ, તા.૩ માર્ચ (શુક્રવાર) જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ફાર્મ મશીનરી અને પાવર એન્જીનીયરીંગ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા આઈ. સી.એ.આર.ના રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી. યોજના હેઠળ એપ્લિકેશન ઓફ રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીઝ ઇન એગ્રિકલ્ચર વિષય પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્દઘાટન સમારંભમાં રોબોટિક્સ અને કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ વિષય અંગે નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ વર્કશોપના ઉદ્ઘાટન સમારંભમાં વર્કશોપના કો-ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવર એન્જીનિયરીંગ વિભાગના પ્રાધ્યાપક અને વડા, ડો. વી.કે. તિવારીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે, આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજી જેવી અદ્યતન તકનીકોના ઉપયોગથી ખેતીમાં કઈ રીતે સુધારા લઇ આવવા માટે છે.

વર્કશોપના ઉદ્ઘાટન સમારંભમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સહ સંશોધન નિયામક ડો. પી. મોહનોતે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, કૃષિમાં યાંત્રિકીકરણની તાતી જરુરિયાત છે. તેમણે કૃષિ યુનિવર્સીટીમાં ચાલી રહેલા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી. અંતર્ગત થયેલા વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને મળતા લાભો વિશે વિગતવાર માહિતી આપી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સતત ત્રણ વર્ષથી રાષ્ટ્રીયસ્તરે આઈ.ડી.પી. યોજનામાં પ્રથમ નંબરે આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીએ ૫૭ જેટલા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ માટે વિવિધ સંસ્થાઓ જેવી કે યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયા, અમેરિકા, એ.આઈ.ટી., થાયલેન્ડ, આઈ.સી.ઈ.એ.,દુબઈ મોકલવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સમજાવ્યુ કે,  રોબોટિક્સ અને ડ્રોન એ કૃષિનું સારું ભવિષ્ય છે જેમાં રહેલી તકોને પારખવા માટે આહ્વાન કર્યુ હતુ.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ડો. સુભાષ યુનિવર્સિટીના ડો. દીપક ડી. પટેલે સાંપ્રત સમયમાં રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીના મહત્વ વિષે  માહિતગાર કર્યા હતા.

આ વર્કશોપમાં મુખ્ય અતિથિ તરીકે આઈ.સી. એ. આર. ના સી.આઈ.એ.ઈ., ભોપાલના મહાનિર્દેશક ડો. સી.આર. મહેતાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ કે, હાલમાં કૃષિ યાંત્રિકીકરણ થકી ભારતની પરિસ્થિતિ સુધરી રહી છે અને યુવાઓને આકર્ષી રહી છે.

આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન અને કો-પી.આઈ. આઈ.ડી.પી., પ્રો. (ડો.) નરેન્દ્રકુમાર ગોન્ટિયાએ પ્રાસંગિક સંબોધનમાં આ વર્કશોપનું આયોજન તેનું મહત્વ વિષે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ખેતીમાં ફાર્મ મિકેનાઇઝેશનના ઉપયોગ જેવા કે રોબોટિક્સ અને કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજી જેવી અદ્યતન તકનીકોના ઉપયોગથી ખેતીને કઈ રીતે યુવા ખેડૂતોને પ્રેરિત કરવા માટે સુગમ અને વાતાવરણની અનિયમિતતા તેમજ ખેતમજૂરોની અછત વચ્ચે પણ પાક ઉત્પાદન વધુ મેળવી શકાય  તે માટેનો છે. તેમણે વિદ્યાર્થીઓને રસપૂર્વક આ વર્કશોપનો લાભ લેવાનો તેમજ રોબોટિક્સ અને ડ્રોન ક્ષેત્રમાં રહેલી ભવિષ્યની ભરપૂર તકોને પારખી અને ઉદ્યોગ સાહસિક બનવા આહવાહન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આ કાર્યક્રમના કો-ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવર એન્જીનિયરીંગ વિભાગના પ્રાધ્યાપક અને વડા શ્રી ડો. વી.કે. તિવારી, ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો.ટી. મહેતા, સહ પ્રાધ્યાપક તેમજ કો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી પ્રો.એ. એલ. વાઢેર, મદદનીશ પ્રાધ્યાપક, ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવર એન્જીનિયરીંગ વિભાગ તેમજ તેમની ટીમ અને વિવિધ કમિટીના કન્વીનરશ્રીઓ તથા સભ્યશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

                                               ૦૦૦૦૦૦           સમાચાર સંખ્યા-૨૮૬

માંગરોળના થલ્લી ગામના સ્મશાનમાં રુ.૩ લાખના ખર્ચે શેડ

બનાવવામાં આવશે

02-MARCH-2023-APPLICATION-OF-ROBOTICS-AND-DRON-TECHNOLOGIES-WORKSHOP-11.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *