Gujarat

લગ્નનો સામાન લેવા આવેલા કાકા ભત્રીજી ને નડ્યો અકસ્માત      

બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે  ડોલોમાઈટ ભરી જતી ટ્રકે બાઈકને અડફેટે લેતા  ગંભીર ઇજાઓ ભત્રીજીને વડોદરા રીફર કરાઈ
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ટ્રક અને મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા લગ્ન ની ખરીદી કરવા અર્થે આવલા કાકા ભત્રીજી ને ડોલો માઈટ ભરી જતી ટ્રક ના વ્હીલ ચડી જતા બંન્ને ને ગંભીર ઈજાઓ પહોંચી હતી
      108 દ્વારા બન્ને ઈજા ગ્રસ્તો ને બોડેલી ની ઢોકલીયા પબ્લીક હોસ્પીટલે ખસેડવામાં આવ્યા
ભત્રીજી મીતલ બારીયા ને ગંભીર ઇજાઓ પહોચતા વડોદરા SSG ખાતે રીફર કરવામાં આવી
     ભાનપુરા ગામેથી લગ્નની ખરીદી કરવા મોટર સાયકલ લઈ આવેલા કાકા ભત્રીજી ને બોડેલીના હાર્દ સમા અલીપુરા વિસ્તારમાં છોટાઉદેપુર તરફથી ડોલોમાઈટ ભરી વડોદરા તરફ જઈ રહી ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંન્ને કાકા ભત્રીજી ના પગ ઉપર ટ્રકના પાછળના વ્હીલ ચડી  જતા બંનેને ગંભીર જાઓ પહોંચી હતી આ સ્થળે આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતા અને બંને જાગ્રસ્તને 108 મારફતે રોકડિયા પબ્લિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બંનેને પ્રાથમિક સારવાર આપી ખૂબ જ ગંભીર રીતે થયેલી ભત્રીજી મિતલ બારીયા ને વધુ સારવાર અર્થે વડોદરા એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલત નાજુક હોવાનો જાણવા મળ્યું હતુ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230120-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *