મ્હે, પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ, અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પ્રોહિ લગત ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે. વિસ્તારમા સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે લાઠી પો.સબ.ઈન્સ. શ્રી પી.એ.જાડેજા તથા લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન લાઠી ટાઉન વાલ્મિકી વાસથી ભુરખીયા જવાના રસ્તે પ્રતાપભાઈ ગીગાભાઈ ડેરની વાડીએથી મજકુર ત્રણેય ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૩ કાચની મેકડોવેલ્સ નં.૦૧ કંપનીની કલેક્શન વ્હીસકી ઓરીઝનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી બનાવટની કંપની રીંગપેક ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૩ ની કિ.રૂ.૩૧,૧૨૫/- તથા ત્રણ મોબાઈલની કુલ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૬,૧૨૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પકડાયેલ ત્રણેય ઈસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
(૧) પ્રતાપભાઈ ગીગાભાઈ ડેર ઉ.વ.૩૯ ધંધો ખેતી રહે લાઠી. વાલમીકિવાસ પાસે ભુરખીયા રોડ તા.લાઠી જી અમરેલી (૨) ભોલો ઉર્ફે મુકેશભાઈ સાર્દુળભાઈ પાડા ઉ.વ.૩૭ ધંધો વેપાર રહે.લાઠી બગીચા પ્લોટ તા.લાઠી જી અમરેલી (૩) ભાવેશભાઈ જગદીશભાઈ પરમાર રહે રહે. હાલ લાઠી મીના પ્લાઝા તા.લાઠી જી,અમરેલી મુળ રહે, ઉંચડી તા.ધંધુકા જી. અમદાવાદ
પકડવાના બાકી આરોપીની વિગત
(૧) વિશાલ ઉર્ફે બચ્ચન ભુપતભાઈ બાખલકીયા રહે નાના રાજકોટ
(૨) વિજય રવુભાઈ બોરીચા (કાઠી દરબાર) રહે, રાયપર જી.બોટાદ
પકડાયેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં ૦૧ કંપનીની કલેક્શન વ્હીસકી ઓરીઝનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી બનાવટની કંપની રીંગપેક ૭૫૦
એમ.એલ.ની બોટલો નંગ-૮૩ ની કિ.રૂ.૩૧,૧૨૫/- તથા ત્રણ મોબાઈલની કુલ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૬,૧૨૫/-
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી પી.એ.જાડેજા તથા લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


