લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૩૨૪ કિ.રૂ.૯૩,૬૩૬/- ની હેરફેર કરતા વાહન સહિત કુલ કિં.રૂ.૩,૯૩,૬૩૬/- નો
મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓને ગુજરાત રાજયમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા ખાસ પ્રોહીબીશન/જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ આ ડ્રાઇવ દરમિયાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૨૯/૦૫/૨૦૨૩ નાં રોજ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, એક સ્વીફટ કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ચાવંડ ગામથી લાઠી તરફથી આવે છે જે બાતમી આધારે વોચમાં હોય તે દરમિયાન હકિક્ત વાળી સ્વીફટ કાર આવતા જેને રોકવા પ્રયાસ કરતા ગાડી ઉભી રાખેલ નહિ,જેનો પોલીસે સ્ટાફે પીછો કરતા સ્વીફટ કાર ચાલક આગળ રોડ ઉપર કાર ઉભી રાખી નાસી ગયેલ. જે કારમાં જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવેલ, જે પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા વાહન સહિતનો મુદ્દામાલ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને નાસી ગયેલ આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ઘરેલ છે.
પકડવાના બાકી આરોપીઃ-
કિશોર ગભરૂભાઇ વાળા, રહે.ચલાલા, તા.ધારી, જિ.અમરેલી.
પકડાયેલ
ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર- ૧, કલેકશન વ્હીસ્કી ઓરીજનલની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૨૪ કિ.રૂ.૯૩,૬૩૬/- તથા એક મારૂતિ સુઝુકી સ્વીફટ કાર રજી. નંબર જી.જે.૧૬.બી.બી.૪૬ ૫૯ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૯૩,૬૩૬/-નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, જાવેદભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ. મનીષભાઈ જાની, આદિત્યભાઈ બાબરીયા, કિશનભાઇ આસોદરીયા, તથા પો કોન્સ. તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


