Gujarat

લીઝ  માફિયા થયા બેફામ કેમ ? શું કોર્ડીનેટ સાથે ચેડા કરવામાં આવે છે તેવી લોક મુખે ચર્ચા ? શું લીઝો માં પગ લાગી ગયા ?  થઈ રહ્યા છે અનેક સવાલ  

જબુગામ માં આવેલ લીઝો ઘણા સમયથી પાસ થયેલ છે પરંતુ હાલ એ લીઝો ના કોડીનેટ કેમ બદલાય છે એનો કારણ શું ? એ એક મોટો સવાલ છે
તો શું ડી એલ આર વિભાગમાં આવી રીતે લીઝો ના કોર્ડીનેટ બદલી લીઝો હટાવવાની ઓથોરિટી હોય છે ખરી ? આટલા વર્ષો દરમિયાન જે લીઝ ના હદ નિશાન એક જ જગ્યાએ રહેતા હતા એ હદ નિશાન આટલા વર્ષો બાદ કેમ હટે છે તે પણ પંચાયત ને લગતા રેતીના ઢગલા તરફ જ કેમ ? એવી લોકવાયકા પણ ચાલી રહી છે
વર્ષોથી જે લીઝ નો ખોદકામ કરી નાખવામાં આવેલ હોય અને હવે એ જગ્યા છોડી બીજી જગ્યા પર હદ નિશાન લગાડવામાં આવે એવું કેમ ? એવી લોકવાઇકા પણ સાંભળવામાં આવે છે
પંચાયતના ગૌચર જગ્યાઓ સાચવવાની જવાબદારી ગ્રામ પંચાયત ની હોય છે તે બાબતને ધ્યાનમાં લઇ પંચાયત દ્વારા ખાણ ખનીજ વિભાગને અરજી કરવામાં આવી છે જુના ડી એલ આર ના નકશા મુજબ નવેસરથી જબુગામ ને લગતી તમામ લીઝોની માપણી કરવામાં આવે અને જબુગામ ગ્રામ પંચાયત ના સરપંચ તથા સભ્યો અને વડીલોને લઈ માપની કરવામાં આવે
અને જે વિભાગ પંચાયત ગૌચર માં ખોદકામ થયેલ છે ત્યાં કાયદાકીય રીતે ગુનાહિત તત્વો ને સજા આપવામાં આવે
લાગતા વળગતા અધિકારીઓ દ્વારા એ બાબતનો ધ્યાન રાખી લીઝો ના માલિક ને પૂછપરછ કરતા લીઝ માલિક દ્વારા એવું જણાવવામાં આવે છે કે ઉપરથી માપની કરી હટાડવામાં આવી છે તો ડી એલ આર ની માપણી સીટ માં ફેરફાર કેમ થાય છે અને અમુક જ લીઝો માં જ કેમ ?
જે બાબત ની ખાણ ખનીજ વિભાગને પણ ખબર હોતી નથી એવું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે
           જો ખરેખર આ બાબતની ચોક્કસ રીતે તપાસ કરવી હોય તો અલગ અલગ જિલ્લાઓના ડીએલઆર વિભાગના અધિકારી અને ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવી આ બાબતની તપાસ હાથ ધરવી જોઈએ એવું પણ લોકોનો નિવેદન છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230117-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *