ધવલ રાઠોડ અને પ્રિન્સી રાઠોડ એ છ મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા : ખેતીકામ બાબતે બોલાચાલી થયા બાદ અચાનક જ યુવક બેભાન થઈ ગયો હતો
લીલિયા મોટા ખાતે પતિ અચાનક જ બેશુદ્ધ થઈ ગયા બાદ હાર્ટ એટેકથી મૃત્યુ પામતા છ માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર પત્નીએ પણ પતિના વિરહમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના બનતા બન્નેની અંતિમ યાત્રા પણ એકસાથે નીકળી હતી. ૨૫ અને ૨૧ વર્ષની નાની વયે બન્નેનાં મૃત્યુ થતાં સમગ્ર પંથક્માં હાહાકાર મચી ગયો હતો લીલીયા મોટા ના કીકાણી પ્લોટ માં રહેતા ધર્મેશ વિનુભાઈ રાઠોડ (ઉં.વ.૨૫) નામના યુવક્ને રમેશભાઈ બચુભાઈ ભાલાળા સાથે ખેતીકામ બાબતે બોલાચાલી થયા બાદ અચાનક જ યુવક બેભાન થઈ ગયો હતો. જેનાં પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે લીલિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ યુવકનું મૃત્યુ હાર્ટ એટેક્ને કારણે થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવકનું 12 તારીખ ની રાત્રે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું. જોકે આ બાબતે આજથી થોડા જ મહિના પહેલા પ્રેમ લગ્ન કરી અને પત્ની બનાવી જીવન જીવવાની શરૂઆત કરનાર તેની પત્ની પ્રિન્સીબેન (ઉ.વ.૨૧)ને લીલિયા તાલુકાના કિકાણી પ્લોટ માં રહેતા યુવકના પરિજનો દ્વારા જણાવાયું ન હતું સવાર ના સમયે ઘટના અંગે તેની પત્ની ને જાણ થતાં તેણે રૂમ બંધ કરી લીધો હતો અને દુપટ્ટો બાંધી પોતાના મેળે ગળેફાંસો ખાઈ લીધો હતો અને તેણી નું મૃત્યુ નિપજ્યું હતું કડિયા સમાજ ન યુવક અને તેના પત્ની નું ઘટના માં મૃત્યુ નિપજતા સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામી હતી આ યુવકની કિડની પણ પહેલા ખરાબ થય હતી ત્યારે તેની માતા એ કિડની ડોનેટ કરતા નવ જીવન મળ્યું હતું આ ઘટના થી મૃતક યુવક ના માતા પિતા અને મિત્ર સર્કલ પર આભ તુટી પડ્યું ત્યારે આ ઘટના થી લીલીયા ના વેપારી ઓ એ પણ પોતા ના ધંધા રોજગાર બંધ રાખી આંબેડકર ચોક ખાતે એકત્ર થઈ ને બન્ને ને નમ આખો થી પુષ્પાંજલિ અર્પી હતી ચાર બહેનો વચ્ચે એક નો એક દીકરો હતો જેથી ઘરનો ચિરાગ પરિવાર જનો એ ગુમાવ્યો છે સાથે જ મૃતક ધર્મેશ રાઠોડ ના પત્ની પ્રીન્સી બેને પણ દુનિયા ને અલવિદા કહી દેતા કાળો કલ્પાંત છવાઈ ગયો છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા