શ્રી લીલિયા કન્યાશાળાના સમાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી અશરફભાઈ કાજી દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ-૭ ના પાઠ બજાર અંતર્ગત વિવિધ બજારના વેપારીઓની મુલાકાત કરી બાળકોને બજાર વેપારની મેથડ સિસ્ટમ સમજાવવામાં આવી જેમાં
1)ચોકસી વિનુભાઈ કેશવજી જવેલર્સ, 2) દાતારેશ્વર ટી કોર્નર,
3)એગ્રો સર્વિસ સેન્ટર,
4)શ્રદ્ધા સ્ટેશનરી, 5)પાટીદાર ઈલેક્ટ્રીક જેવી દુકાનોની મુલાકાત લેવડાવવામાં આવી અને અનુબંધ દ્વારા શિક્ષણ આપી બજાર વિષયની સંકલ્પના સિદ્ધ કરી. અનુબંધ દ્વારા શિક્ષણ બાળકોને કરાવવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડવામાં આવ્યો. સમગ્ર મુલાકાત અને અનુબંધ દ્વારા શિક્ષણનું આયોજન લીલીયા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અતુલભાઈ એચ મકવાણા અને લીલીયા તાલુકાના બી.આર.સી. અભિષેકભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


