Gujarat

લીલીયા તાલુકાને  કમોસમી (માવઠા)થી નુકશાનીના રાહત પેકેજમાં સમાવેશ કરવા અને  ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરતા પૂર્વ-ધારાસભ્ય પ્રતાપ દુધાત…..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત સરકાર દ્વારા હાલ અમરેલી જીલ્લાને થયેલ કમોસમી વરસાદ (માવઠા)થી થયેલ નુકશાનીના વળતરના રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવેલ છે. સમગ્ર અમરેલી જીલ્લામાં આ કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં આપની સરકાર દ્વારા અમરેલીના ૯ તાલુકાઓને રાહત પેકેજથી જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમરેલી. કુકાવાવ, બગસરા, લાઠી, ઘારી, સાવરકુંડલા ,ખાંભા, અને રાજુલા, જાફરાબાદ ત્યારે  લીલીયા તાલુકો સાવરકુંડલા તાલુકો, લાઠી તાલુકો, અમરેલી તાલુકો, અને ભાવનગરના ગારીયાધાર તાલુકાની વચ્ચે આવતો લીલીયા તાલુકાના ગામડાઓમાં પણ સતત કમોસમી (માવઠા) વરસાદ પડી રહ્યો છે. જેમાં લીલીયા તાલુકાના આ ખારાપાટ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો બહાર વરસાદી પાણીથી ભર્યા છે. અને ખેડૂતોને તેમના પાકોમાં ઘણુંજ નુકશાન થયેલ છે. મગફળી, ઘઉં, તલ, ચણા, અને બાગાયતી પાક કેરીને ઘણુજ નુકશાન થવા પામેલ છે.
 સરકારશ્રી દ્વારા લીલીયા તાલુકાને ઓરમાયું વર્તન રાખીને તેમની ગાઈડલાઈન્સમાં બાકાત રાખેલ હોય, પરંતુ લીલીયા તાલુકામાં આ કમોસમી (માવઠા) વરસાદ સતત ઘણા સમયથી પડી રહ્યો છે. અને ખેડૂતોના પાકો નિષ્ફળ થઇ રહેલ હોવા છતાં લીલીયા તાલુકાને બાકાત રાખવામાં આવેલ હોય, અને આજદિન સુધી કોઈ સર્વેની ટીમ તપાસ કરવા આવેલ નથી. ત્યારે લીલીયા તાલુકાના ખેડૂતોની વેદના સમજાતી નથી જેથી ખેડૂતોની મનોદશા તેમના પ્રશ્ને વાચા આપવા આજરોજ સાવરકુંડલા-લીલીયા મત વિસ્તારનાં પૂર્વ-ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી શ્રીને પત્ર દ્વારા રજૂઆત કરીને લીલીયા તાલુકાને થયેલ અન્યાય સામે વહેલી તકે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર માટે તાત્કાલિક લીલીયા તાલુકાને સમાવેશ કરી સર્વેની કામગીરી કરવામાં આવે અને ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *